સુરત : પોલીસ ચોપડે રોજ અલગ અલગ પ્રકારના ગુનાઓ દાખલ થતા રહે છે. જો કે સુરતના અમરોલી પોલીસ મથકમાં એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. જોકે જ્યારે પોલીસે આરોપીને પકડી પાડયો ત્યારે ખુદ પોલીસ પણ સમગ્ર મામલે ખુલાસો થયો તે જોઇને ચોંકી ઉઠી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, અમરોલીમાં પ્રેમીને 40 હજારનું દેવુ થતાં પ્રેમિકાએ ઘરમાંથી પતિના 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી. સમગ્ર મામલે પતિએ ગુનો નોંધાવતા અમરોલી પોલીસની તપાસમાં પરિણીતાનો ભાંડો ફૂટ્યો હતો. પત્નીએ જ આ દાગીના એક લાખમાં વેચી નાખી પ્રેમીનું દેવુ ચૂકવ્યુ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોની આવક બમણી થાય કે ન થાય પણ જેટલી ઉપજ થાય છે તેટલી રહે તો પણ બસ છે


અમરોલી ખાતે રહેતા નરેન્દ્ર વાઘેને અચાનક ખ્યાલ આવ્યો કે, તેમના ઘરેણાં ચોરી થઈ ગયા છે. આ મામલે પત્ની જાનવીને પૂછતાં તેને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી આખરે નરેન્દ્ર વાઘેલા અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં પ્રથમ શંકા નરેન્દ્ર વાઘની પત્ની પર જ હતી. કારણકે ઘરમાં થયેલી ચોરીની ઘટના સંદર્ભે પોલીસને તપાસમાં કોઈ એવા પુરાવા મળ્યા ન હતા કે જેનાથી ચોરી સાબિત થાય. 


જગતના નાથને મળવા જતા ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે ઠેરઠેર સેવા કેમ્પ


ચોરી કરવા માટે બહારથી કોઇ વ્યક્તિએ આવીને ઘરમાંથી ચોરી કરી હોય તેવું સાબિત થાય તેવું કંઇ જ નહોતું. સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ખુલાસો થયો હતો કે, નરેન્દ્ર વાઘની પત્ની એક યુવકના પ્રેમમાં હતી. જેને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હતી. આ આ દેવું ભરપાઈ કરવા માટે પ્રેમીએ નરેન્દ્રની પત્ની સાથે મળી ઘરમાંથી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. અમરોલી પોલીસે આ મામલે રત્નકલાકારની 22 વર્ષીય પત્ની જાનવી નરેન્દ્ર વાઘ અને તેના 20 વર્ષી પ્રેમી તુષાર ભૂપેન્દ્ર મેવાડાની ધરપકડ કરી હતી.છે. સાથે જ અમરોલી પોલીસે 1.20 લાખના દાગીના કબજે કરી લીધા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube