અમદાવાદ : દિવથી અમદાવાદ વચ્ચે ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા બસનું નિયમીત સંચાલન કરવામાં આવે છે. વર્ષોથી આ કોસ્ટલ હાઇવે પર વર્ષોથી આ બસનું સંચાલન થાય છે. જો કે ક્યારે પણ આ વિસ્તારમાં કે ગુજરાતમાં લક્ઝરી લૂંટાવાની ઘટના એક દાયકાથી બની નથી. ત્યારે અચાનક ગાંગડા ચેકપોસ્ટ પાસે લકઝરી લૂંટવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. ગાંગડા ચેકપોસ્ટ પહેલા જ આ લક્ઝરીને લૂંટી લેવામાં આવતા ચકચાર મચી ગઇ છે. 4 અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવ્યો લૂંટનો પ્રયાસ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલની બદલી ન થાય તે માટે આખુ ગામ આંદોલનના માર્ગે


ટ્રાવેલ્સ ઉભી રખાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે ક્લિનરે પ્રતિકાર કરતા લૂંટારૂઓ ગભરાય હતા. જેથી લૂંટારાઓએ ક્લિનરને જ લૂંટી લીધો હતો. ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જેથી મુસાફરો તો બચી ગયા હતા પરંતુ ટ્રાવેલ્સનો ક્લિનર પણ લૂંટાઇ ગયો હતો. જો કે લૂંટની ઘટના બનતા જ પોલીસતંત્ર દોડતું થયું છે. તત્કાલ ઘટના સ્થળે પોલીસનો મોટો કાફલો પહોંચી ગયો હતો. હાલ તો આસપાસના ગામોમાં સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. જ્યારે ક્લિનરની પોલીસ પુછપરછ કરી રહી છે. 


હાઇકમાન્ડનો આદેશ: ગુજરાતનાં તમામ દિગ્ગજ નેતાઓ CAA જાગૃતી માટે સભાઓ ગજવશે


જો કે કેટલાક વિશ્વસ્ત સુત્રો સાથેની વાતચીતમાં આ ક્લિનરનો પોતાનો અંગત મામલો હોઇ સ્થાનિકો દ્વારા માત્ર ક્લિનરને જ ટાર્ગેટ કરવામાં આવ્યો હોવાનું પણ જણાવી રહ્યા છે. ક્લિનર સ્થાનિક હોઇ તેને આંતરિક માથાકુટના કારણે તેને ચેકપોસ્ટ પર લક્ઝરી ઉભી રાખીને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બસમાં લૂંટનો તેમનો કોઇ જ ઇરાદો નહી હોવાનું પણ એક પ્રકારે સ્પષ્ટ થઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube