ઝી બ્યુરો/છોટાઉદેપુર: છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની કારને એક મોટો અકસ્માત થયો છે, જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. કવાંટથી હલાલ જતા કલારાણી રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય સામે આવી જતા ગીતાબેન રાઠવાની કારને અકસ્માત સર્જાયો હતો. સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રદેશ યુવા મોરચાના ઉપ પ્રમુખ કારમાં સવાર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનના અંતમાં વરસાદ તૂટી પડશે તેવું કહેનારા અંબાલાલની ઘાતક આગાહી, જાણો જુલાઈ-ઓગસ્ટમાં


મહત્વનું છે કે, સદનસીબે ચાલક સહિત સાંસદ અને યુવા નેતા મુકેશ રાઠવાનો આબાદ બચાવ થયો છે. ઈનોવા કારના આગળના ભાગે ભારે નુકશાન થયું છે. અકસ્માત બાદ પણ સાંસદ જન સંપર્ક અભિયાન માટે હાલોલ પહોંચ્યા હતા.


જીવના જોખમે સ્ટંટ કરતા અમદાવાદી નબીરાનો VIDEO વાયરલ, મોપેડ પર કર્યા ભયંકર સ્ટંટ


કોણ છે ગીતાબેન રાઠવા?
ગીતાબેન વજેસિંગભાઇ રાઠવા અથવા ગીતાબેન રાઠવા, એક ભારતીય રાજકારણી છે અને 17મી લોકસભા માટે છોટા ઉદેપુર મતવિસ્તારમાંથી સંસદના સભ્ય છે. તેણીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે 2019ની ભારતીય સામાન્ય ચૂંટણી જીતી હતી.


ચળકતા પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ, જાણકારોના મતે હવે ચોમાસું કેવું રહેશે?