રવિ અગ્રવાલ/વડોદરા : શહેરમાં રહેતી બે સંતાનની માતાને સુરતમાં રહેતા અને જામનગરમાં એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા એજાઝ શેખે અવાર નવાર દુષ્કર્મ ગુજારતા હોવાની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોપી પોલીસ જવાને મહિલાને કેવી રીતે ફસાવી અને શું છે સમગ્ર ઘટનાક્રમ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: COVID - 19 કેસ, 27 દર્દી રિકવર થયા, એક પણ દર્દીનું મોત નહી


વડોદરામાં રહેતી બે બાળકોની માતાને સુરતમાં રહેતા અને જામનગરમાં એસ.આર.પી જવાન તરીકે ફરજ બજાવતાં એજાજ શેખ સાથે સોશિયલ મીડીયાના માધ્યમથી સંપર્ક થયો. એજાજે મહિલાને પોતે હિન્દુ હોવાની ઓળખ આપી હતી. જેમાં તેણે પોતાનું નામ અનિલ પરમાર હોવાનું કહ્યું હતું. જેથી મહિલા અને પોલીસ કોન્સ્ટેબલ એજાજ અવાર નવાર મળવા લાગ્યા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા. એજાજ સુરતથી આવી મહિલાને વડોદરાની હોટલમાં લઈ જઈ સતત 11 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું. બાદમાં મહિલાને સુરતમાં લઈ જઈ પણ દુષ્કર્મ કર્યું. મહિલાનો પતિ દુબઈ હોવાની માહિતી મહિલાએ આરોપી કોન્સ્ટેબલને આપી. જેથી આરોપી કોન્સ્ટેબલે મહિલાને તેના પતિથી છૂટાછેડા અપાવી દેવાની ખાતરી આપી સાથે જ તેની સાથે લગ્ન કરી તેના બાળકોને પણ અપનાવવાની ખાતરી આપી. જેથી મહિલા આરોપી કોન્સ્ટેબલ એજાજ શેખના ચુંગાલમાં ફસાઈ ગઈ.


રાજધાની ટ્રેનમાં એટેન્ડન્ટે કહ્યું તને બિહાર પહોંચાડી દઇશ પરંતુ પહેલા મને સ્વર્ગની સફર કરાવવી પડશે અને...


આરોપી એજાજ શેખ મહિલાને સુરત તેના ઘરે લઈ ગયો ત્યારે તેની માતા અને બહેને મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું સાથે જ મહિલાને માતાજીનું નામ ના બોલવા માટે ધાક ધમકી આપી. એટલું જ નહિ આરોપી પોલીસ કોન્સ્ટેબલ એજાજ શેખે મહિલાના બીભત્સ ફોટા અને વીડિયો સોશીયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ પણ ગુજાર્યું. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી એજાજ શેખ, તેની માતા અને બહેન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે, સાથે જ આરોપીને શોધવા પોલીસ જામનગર ગઈ પણ તે સ્થળે તપાસ કરાતાં આરોપી રજા પર ઊતરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. 


CID ક્રાઇમના સામાન્ય કોન્સ્ટેબલે મહિનાઓથી સોસાયટી બાનમાં લીધી, અસહ્ય દાદાગીરી છતા પાસા કેમ નહી?


પોલીસ આરોપીઓને શોધવા સુરત ગઇ હતી, પણ ખાલી હાથે પરત ફરી હતી. આરોપી એજાજ મહિલા પાસે આર્થિક મદદ પણ મેળવતો હતો. મહિલા પાસેથી અનેકવાર તેને રૂપિયા પણ પડાવ્યા. એજાઝે મહિલા પાસેથી 20 હજારના 2 ફોન પણ ગિફ્ટ તરીકે મેળવ્યા હતા. આરોપીએ મહિલાનો ઘર સંસાર પણ તોડાવ્યો. પોલીસે લવ જેહાદની કલમ ના લગાવતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે પોલીસે કહ્યું કે ફરિયાદ મુજબ મહિલાને ધર્મ માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. તેથી લવ જેહાદ મુજબ ગુનો નોંધવામાં આવ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube