રાજકોટની જેસાણી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓએ સત્તાધીશોને ઉઘાડા પાડ્યા, ખોલી મોટી પોલ
આ અંગે વાલીઓએ પણ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા જ્યારે કાતિલ ઠંડી પડતી હોય છે ત્યારે સ્વેટરના બદલે જાકીટ પહેરવાની છૂટછાટ આપવી જોઈએ. કોઈપણ વાલી બાળકને ઝાકીટ પહેરીને મોકલે છે તો સ્કૂલ દ્વારા તેને ફરિયાદ કરવામાં આવે છે કે સ્વેટર ફરજિયાત પણે પહેરાવું.
દિવ્યેશ જોશી/રાજકોટ: જેસાણી સ્કૂલમાં ભણતી ધોરણ આઠની વિદ્યાર્થીની નું લોહી જામી જવાના લીધે એટેક આવતા તેનું મૃત્યુ થયું હતું. ઝી 24 કલાકની ટીમ દ્વારા આજે જસાણી સ્કૂલમાં રિયાલિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ તરફથી ફરજિયાત બ્લુ સ્વેટર પહેરવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. જો બ્લુ સ્વેટર પહેરવામાં ન આવે તો શિક્ષક ક્લાસરૂમની બહાર કાઢી મૂકે છે અથવા વાલીઓને ફરજિયાત સ્વેટર અંગેની જાણ કરે છે.
શું છત્તીસગઢમાં BJP અજમાવશે ગુજરાત ફોર્મ્યુલા, CM બઘેલે કહ્યું; રમણ સિંહની ટિકિટ...'
આ અંગે વાલીઓએ પણ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા જ્યારે કાતિલ ઠંડી પડતી હોય છે ત્યારે સ્વેટરના બદલે જાકીટ પહેરવાની છૂટછાટ આપવી જોઈએ. કોઈપણ વાલી બાળકને ઝાકીટ પહેરીને મોકલે છે તો સ્કૂલ દ્વારા તેને ફરિયાદ કરવામાં આવે છે કે સ્વેટર ફરજિયાત પણે પહેરાવું.
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ કાતિલ ઠંડી પડી રહેલી હોવાના લીધે અઠવાડિયા પહેલા જ શાળા સંચાલકોને સમયમાં ફેરફાર કરવાની સૂચના આપી દીધી હતી. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીના સૂચનનું કોઈએ અમલવારી કરી ન હતી. જસાણી સ્કૂલમાં કાલે આઠમા ધોરણની વિદ્યાર્થીનીનું મૃત્યુ થતાં શાળા દ્વારા આજથી આઠ વાગ્યાનો ટાઈમ કરવામાં આવ્યો છે.
ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આનંદો! આવતા વર્ષથી મેડિકલ શિક્ષણ ગુજરાતીમાં શરૂ થશે
પ્રિન્સિપાલે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા ફરજિયાત સ્વેટરનો આગ્રહ રાખવામાં આવતો નથી તેમ કહી પોતાનો સ્વબચાવ બચાવ કર્યો હતો અને પ્રિન્સિપાલ એ જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેમને સ્કૂલના સમયમાં ફેરફાર કરવાનો પરિપત્ર ગઈકાલે જ મળ્યો છે. વાસ્તવમાં આ પરિપત્ર અઠવાડિયા પહેલા જ આપી દેવામાં આવ્યો છે.
મનની આંખથી કરે છે મોટી કમાણી, ગૌમૂત્ર- આકડાંના પાનનો એવો કર્યો પ્રયોગ કે ધનના ભંડાર...