ઉદય રંજન/અમદાવાદ: બે દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વટવા જીઆઇડીસીમાંથી કોથળામાં એક બિનવારસી લાશ મળી આવી હતી. વટવા જીઆઇડીસી પોલીસે આ બિનવારસી લાશની ઓળખ કરી સીસીટીવી અને ટેકનિકલ સર્વલેન્સના આધારે હત્યાના ગુનામાં આરોપી પતિ પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાભા કાઢી નાંખે તેવી ભયાનક આગાહી! ગુજરાતમાં ચોમાસું વિદાય લેતા પહેલા કરશે તહસનહસ!


બે દિવસ પહેલા અમદાવાદના ત્રીકમપુરા પાટિયા નજીક કોથળામાંથી એક લાશ મળી હતી. લાશ મળતા વટવા જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કોથળામાંથી હરજી દેસાઈ નામના મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા મોડી રાત્રે એક એક્ટિવા પર બે શખ્સ આવીને આ કોથળો ત્રિકમપુરાના પાટીયા નજીક અવાવરૂ જગ્યા પર ફેંકી ગયા હોવાનું દેખાતા પોલીસ તપાસમાં જશોદાનગરમાં રહેતા દંપતિ સુધી પહોંચી હતી દંપતિની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. 


કેલોરેક્ષ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરતો VIDEO વાયરલ, શિક્ષકને માર્યો માર


વટવા જીઆઈડીસી પોલીસે સીસીટીવી ના આધારે તપાસ કરતા એક મહિલા અને પુરુષની ધરપકડ કરી છે. જેમાં તપાસ દરમિયાન મૃતકની પ્રેમિકા અને તેના પતિએ જ હત્યા કરી હોવાનું તપાસમાં ખુલતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં ભીમા રબારી અને તેની પત્ની નાનીબેન રબારીની ધરપકડ કરી છે. મૃતક અને મહિલા વચ્ચે 20 વર્ષથી પ્રેમ સંબંધ હતો.


હવે તો હદ કરી! ગુજરાતમાં વધુ એક પેપર ફૂટ્યું; વલસાડની આ કોલેજમાં બી.કોમનું પેપર લીક


પરંતુ મૃતકે મહિલાના ઘર પાસે જઈને નાશામાં બિભસ્ત ચેનચાળા અને શારીરિક સંબંધ રાખવાની માંગણી કરતા સમગ્ર હકીકત મહિલાએ તેના પતિને જણાવી હતી અને ત્યારબાદ બંને ભેગા મળીને મૃતકને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. એ દરમ્યાન જ્યારે મૃતક આરોપીના ઘરે પહોચ્યો ત્યારે બંને આરોપીએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મૃતદેહને કોથળામાં બાંધીને સગેવગે કરી દિધો હતો. 


વિદેશમા એડમિશન માટે આ 9 પરીક્ષાઓ ગણાય છે માન્ય,કયો દેશ કઈ પરીક્ષાને આપે છે પ્રાધાન્ય


હાલ તો વટવા જીઆઇડીસી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે અને હત્યા નીપજવવામાં અન્ય કોઈની મદદ લીધી હતી કે કેમ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં ઘર પાસે રમી રહેલ બાળક પર શ્વાને હુમલો કરી માથું કરડી ખાધું,લોકોમા ભયનો માહોલ