હાર્દિક દીક્ષિત/વડોદરા: શહેરમાં અને આસપાસના વિસ્તારમાં મગર ગણતરી શરુ કરવામાં આવી છે, ત્યારે વન વિભાગે અલગ અલગ ઝોન મુજબ ૧૧ ટીમો બનાવી મગર ગણતરી હાથ ધરી છે. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં વાંરવાર મગરો દેખાતા હોય છે. ક્યારેક વિશ્વામિત્રી નદીના કીનારે તો ક્યારેક આસપાસના ગામોના ખેતરમાં પણ મગર દેખાવાની બાબતો સામે આવે છે, ત્યારે દર ૫ વર્ષે વડોદરા વનવિ઼ભાગ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના ૧૯ કીમી ના વિસ્તારમાં મગર ગણતરી કરતા હોય છે. ગત ૫ વર્ષ પહેલા વડોદરા વનવિભાગની ટીમે ગણતરી કરી હતી ત્યારે ૩૭૦ જેટલા મગરોની સંખ્યા સામે આવી હતી. ત્યારે વન વિભાગની ટીમનું માનવુ છે. આ સંખ્યામાં વધારો થયો હશે.
સમગ્ર ભારતમાં શહેરી વિસ્તારમાં મગરોની સંખ્યા કોઇ વિસ્તારમાં વધુમાં વધુ જોવી મળતી હોય તો તે વડોદરા શહેર છે ત્યારે આ વર્ષે ચોમાસા બાદ હજી પણ ઘણી વખત શહેર અને આસપાસના વિસ્તારોમાં ઘણી વખત મગર દેખાયા ના કિસ્સા સામે આવતા રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષની વન વિભાગની મગર ગણતરીની કામગિરી પુરી થયા બાદ મગરો નો આંકડો સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube