જૂનાગઢના બાળકોએ રફ રોડ પર સતત 6 કલાક સ્કેટિંગ કરીને સ્થાપ્યો અનોખો રેકોર્ડ
* જૂનાગઢના બાળકોએ સ્કેટીંગમાં વિક્રમ સ્થાપિત કર્યો
* 12 બાળકોએ સતત 6 કલાક સુધી સ્કેટીંગ કરી વિક્રમ બનાવ્યો
* જૂનાગઢમાં સ્કેટીંગ રીંગ નહીં હોવા છતાં બનાવ્યો વિક્રમ
* ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં સતત 6 કલાક સુધી સ્કેટીંગનો વિક્રમ
જૂનાગઢ : બાળકોએ સતત 6 કલાક સુધી સ્કેટીંગ કરીને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં વિક્રમ બનાવ્યો છે. 12 બાળકોએ સતત 6 કલાક સુધી સ્કેટીંગ કર્યું અને એક વિક્રમ સ્થાપિત કર્યો છે. બાળકોએ સ્કેટીંગ સાથે કેટલાક સ્ટંટ્સ પણ કર્યા અને આગામી દિવસોમાં લીમકા બુક અને ઈન્ડીયા બુક માટે વિક્રમ સ્થાપિત કરવા બાળકોએ આશા વ્યક્ત કરી.
CM એ રાજકોટમાં કર્યું મતદાન, મુખ્યમંત્રીએ કહ્યું બાકી રહેલા મતદારો ઝડપથી મતદાન કરે
પાણીના પ્રવાહની જેમ વહીને સ્કેટીંગ કરતાં આ જૂનાગઢના 5 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના આ 12 બાળકોએ સતત 6 કલાક સુધી સ્કેટીંગ કરીને ગુજરાત બુક ઓફ રેકો્ર્ડમાં વિક્રમ સ્થાપી જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢમાં રમત ગમતને લઈને કોઈ સુવિધા નથી, સ્કેટીંગ રીંગ નથી તેમ છતાં સોસાયટીના ખુલ્લા પ્લોટમાં સિમેન્ટ રોડ પર સતત પ્રેકટીસ કરીને આજે 6 કલાક સુધી સ્કેટીંગ કરીને એક રેકોર્ડ બનાવી દીધો છે. બાળકોએ સ્કેટીંગની સાથે સ્ટંટ્સ પણ કર્યા જે જોઈને સૌ કોઈ ચકીત થઈ ગયા હતા.
મુખ્યમંત્રીએ રાજકોટમાં મતદાન બાદ પત્રકાર પરિષદ સંબોધી, યુવાનોને મતદાન કરવા અપીલ કરી
જૂનાગઢમાં પણ એવી બાળ પ્રતિભાઓ છે કે જે દેશ અને દુનિયામાં રમતગમત ક્ષેત્રે સિધ્ધી હાંસલ કરી શકે તેમ છે. જરૂર છે તેમને પ્રોત્સાહનની આજે જૂનાગઢમાં સ્કેટીંગ રીંગ નહીં હોવા છતા આ બાળકોએ રેકોર્ડ બનાવ્યો છે ત્યારે જો સ્કેટીંગ રીંગની સુવિધા ઉપલબ્ધ હોય તો આ બાળકો શું ન કરી શકે. બાળકોની સતત મહેનત અને તેમના માતાપિતાના સહકારથી આજે જૂનાગઢને ગૌરવ અપાવી શકે તેવો રેકોર્ડ આ બાળકોએ બનાવ્યો છે ત્યારે આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય તે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube