ઝી બ્યુરો/સુરત: કોટન અને સિલ્ક ફેબ્રિક માટે વિશ્વવિખ્યાત શહેર હાલ બામ્બુ માંથી તૈયાર કાપડ માટે પણ પ્રસિદ્ધ થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં બામ્બુ ફેબ્રિકની માંગમાં 30 ટકાનો વધારો થયો છે.જેની પાછળનું કારણ તેના ગુણધર્મો છે એન્ટિ-બેક્ટેરિયલ હોવાને કારણે, દેશભરમાં યોગ અને સ્પોર્ટસવેરમાં તેની ભારે માંગ છે.આ જ કારણ છે કે હવે વાંસના કાપડની માંગને જોતા સુરતના વેપારીઓ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સદસ્યતા અભિયાનમાં કૌભાંડ? દર્દીઓને બનાવાઈ રહ્યા છે સભ્યો! વિસનગરમાં ખૂલ્યું..


કાપડ ઉદ્યોગ આજકાલ ખાસ પ્રકારનાં કપડાંનું ઉત્પાદન કરે છે જે વાંસની પ્રક્રિયા કરીને દોરામાંથી બનાવવામાં આવે છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એક દિવસ આપણે જોયેલા વાંસથી તૈયાર કપડાં પહેરશે.ફેશન જગત અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં વાંસમાંથી બનાવેલા કપડાની ભારે માંગ છે.આ જ કારણ છે કે સુરતના ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ હાલમાં વાંસમાંથી તૈયાર કપડાં બનાવી રહ્યા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ પોતે જણાવી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષમાં આ કાપડની માંગ ત્રણ ગણી વધી છે.ખાસ જોવા જઈએ તો બામ્બુ ફાઇબર છે તે ઓસ્ટ્રેલિયા, ઇસ્ટ એશિયા, નોર્થ અને ઇસ્ટ અમેરિકામાં જોવા મળે છે. ધીમે ધીમે હવે ભારતમાં પણ બામ્બુ ફેબ્રિકમાં લોકો રસ ધરાવી રહ્યા છે. બામ્બુ એપ્લિકેશનની જો વાત કરીએ એન્ટીસ્ટેટીક્સ, એન્ટિપેસ્પિરેશન, એન્ટી માઇક્રોબિયલ, એનટી અલ્ટ્રાવાયોલેટ પ્રોપર્ટી છે. આનાથી યોગા વીયર, સ્પોર્ટ્સ વીયર સહિતના કાપડની ડિમાન્ડ સૌથી વધારે છે. ત્રણ વર્ષ પહેલા 10 થી 20 ટન કામ કરતા હતા પરંતુ આજે 50થી 60 ટન જેટલું કામ થાય છે. 


મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!


ધીમે ધીમે ઇન્ડિયામાં ક્રેઝ વધી રહ્યો છે. પેન ઇન્ડિયાની અંદર બામ્બુ સ્પન યાર્ન, બામ્બુ ફાઇબર સપ્લાય કરી રહ્યા છે. ભારતની અંદર ખાસ કરીને નીટ વિયર્સ છે અને વોવન વીયરનો ચલન વધારે છે.એન્ટી બેક્ટેરિયલ ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તૈયાર થાય છે. કારણકે પેસ્ટીસાઇઝ કેમિકલ વાપરવામાં આવતો નથી. એન્ટી અલ્ટ્રા વાયોલેટ જેમાં ગર્ભવતી મહિલા અથવા તો બાળકો યુવી રેડીએશન થી જે નુકસાન થાય છે તેની સામે પણ આ પ્રોટેક્શન આપે છે.પરસેવો સરળતાથી શોષી લે છે સંપૂર્ણપણે એન્ટીબેક્ટેરિયલ છે આ તૈયાર કપડા પહેરવાથી લોકો કપડામાં નરમ લાગે છે. કોટન સહિત અનેક ગણા વધુ કપડાં પહેરીને લોકોને રાહત મળે છે.તે સ્ક્રીન ફ્રેન્ડલી અને એન્ટિમાઈક્રોબાયલ છે.વાંસના ફેબ્રિકમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચા પર બેક્ટેરિયાના વિકાસને ઘટાડવામાં મદદ કરી શકે છે. વાંસ ફેબ્રિક સીવવા માટે સરળ છે.આમાંથી તૈયાર કરાયેલું કાપડ ખૂબ જ આરામદાયક છે. આ ફેબ્રિકથી તમે રેશમ જેવી નરમાઈ અને આરામ અનુભવશો. વાંસએ એક શ્રેષ્ઠ પર્યાવરણને અનુકૂળ છે. કપાસ કરતાં પણ વધુ, તે બાયોડિગ્રેડેબલ છે અને સૌથી સારી બાબત એ છે કે તે જંતુઓથી પોતાને બચાવવા માટે બામ્બૂ કુન નામનું પોતાનું કુદરતી રસાયણ બનાવે છે. 


માના ધામમાં ભક્તોનું કીડિયારૂ ઉભરાયું! જાણો અંબાજી મેળામાં કેટલા ભક્તોએ દર્શન કર્યા?


જો તમને ઘણો પરસેવો આવે છે તો આ ફેબ્રિક તમારા માટે ચોક્કસ છે. વાંસનું ફેબ્રિક કપાસ કરતાં 40 ટકા વધુ ભેજને શોષી લે છે અને દૂર કરે છે. તેમાં હાજર માઇક્રો ગેપ્સ ફેબ્રિકને હવાદાર બનાવે છે.વાંસમાંથી બનાવેલા કપડાં ધોયા પછી ઝડપથી સંકોચાતા નથી કે ઝાંખા પડતા નથી. વાંસમાંથી બનાવેલા કપડાં વર્ષો સુધી એકસરખા જ દેખાય છે કારણ કે તેનો રંગ ઝાંખો પડતો નથી. તે હંમેશા નવા દેખાય છે. વાંસનું ફેબ્રિક એ વાંસના ઘાસના પલ્પમાંથી બનેલું કુદરતી કાપડ છે. વાંસને સૌથી વધુ ટકાઉ છોડ ગણવામાં આવે છે કારણ કે તે ઝડપથી વધે છે અને તેને રસાયણો કે સિંચાઈની જરૂર પડતી નથી અને તેલ આધારિત સિન્થેટીક્સ કરતાં વધુ ઝડપથી બાયોડિગ્રેડ થાય છે. વાંસ રેયોન પલ્પ વાંસને તેના સેલ્યુલોઝ ઘટકમાં ઓગાળીને બનાવવામાં આવે છે અને પછી તેને વિસ્કોસ રેસામાં ફેરવવામાં આવે છે.


એ હાલો! ગુજરાતમાં આવે છે ચક્રવાત 'વણઝાર', જતા જતા પણ તહસનહસ કરશે! અંબાલાલની આગાહી