ચેતન પટેલ/સુરત : 1000 વર્ષ સુધી ભવ્ય રામમંદિર સુરક્ષિત રહે આ માટે મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના કરાઈ છે. આ આઠ સભ્યોની ટીમ રામ મંદિર ફાઉન્ડેશન ડીઝાઇન સમિતિ ભૌગોલિક સ્થિતિ અંગે માર્ગદર્શન પૂરું પાડશે. સુરત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડિરેક્ટર શૈલેષ ગાંધી પણ સામેલ છે. મંદિરના ફાઉન્ડેશન માટે કેટલી બારીકાઈથી અધ્યયન કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી શૈલેષ ગાંધીએ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે 1000 વર્ષ સુધી મંદિર સુરક્ષિત રહે આ માટે મંદિરને સંપૂર્ણ રીતે ધરતીકંપ પ્રૂફ અને વગર સ્ટીલના વપરાશ કરી તૈયાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના બોરડાનું પાણી સોમનાથ મહાદેવના ચરણ પખાળશે, સરકારે 376 કરોડનાં ખર્ચે યોજના શરૂ કરી


આ ટીમમાં સામેલ મૂળ ભાવનગરના અને હાલ એસવીએનઆઈટી ના ડિરેક્ટર શૈલેષ ગાંધી સિવિલ એન્જિનિયરિંગ માં મહારત હાંસલ કર્યા છે. એસ આર ગાંધીએ જણાવ્યું હતું કે, મને ખૂબ જ આનંદ છે કે રામ જન્મભૂમિ માટે જે ફાઉન્ડેશન માટે ટેકનિકલ ટીમ બનાવવામાં આવી છે તેમાં સભ્ય બનાવવામાં આવ્યા. મારી સાથે અન્ય સાત સભ્યો પણ છે જે સોઈલ ટેસ્ટીંગ અને મજબૂત ફાઉન્ડેશન ડિઝાઇન માટે કાર્ય કરશે. મંદિરનો ડિઝાઇન આવી રીતે તૈયાર કરવામાં આવશે કે ભવ્ય મંદિર 1000 વર્ષ સુધી સુરક્ષિત રહે. તેઓએ કહ્યું હતું કે મંદિરના મજબુત પાયા માટે બે વસ્તુઓ ખૂબ જ અગત્યની રહેશે. જે ભાર આવશે સોઈલ લેપ પર થવી જોઈએ અને બીજું જે સેટલમેન્ટ રહેશે તે જે લિમિટ આપવામાં આવી છે તેની અંદર રહેવું જોઈએ. 


Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા 1026 દર્દી, 1252 સાજા થયા, 07 નાં મોત


જો સેટલમેન્ટ વધારે રહેશે તો સ્ટ્રક્ચરમાં ડિસ્ટ્રેક ઉભી થઇ શકે છે. આ બંને બાબતો ને ધ્યાન માં રાખી શું યોજના બનાવી જોઈએ તે અંગે કાર્ય ચાલી રહ્યું છે. જે હાલ સોઇલ છે તેમાં શું ખામી છે અને આ ખામી જો હોય તો કેવી રીતે દૂર કરી શકાય સાથે કયો ફાઉન્ડેશન વધુ મજબૂત રહેશે આ બધી બાબતે ચર્ચા ચાલી રહી છે. જેનો ફાઇનલ ડિઝાઇન તૈયાર કર્યા પછી ટ્રસ્ટને આપવામાં આવશે. આશરે બે સપ્તાહ બાદ આ રિપોર્ટ ટ્રસ્ટને સોંપવામાં આવશે. અને ત્યાર પછી આ રિપોર્ટ અંગે ચર્ચા થશે અને ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. ગાંધીએ જણાવ્યું હતું કે સામાન્ય ઇમારતોમાં આરસીસીનો વપરાશ કરવામાં આવતો હોય છે. આરસીસીની અંદર સળીયા પણ હોય છે, પરંતુ સ્ટીલના કારણે થોડા વર્ષો બાદ ઇમારત જર્જરિત થવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. જેથી જો કોઈ ફાઉન્ડેશન 1000 વર્ષ સુધી સુરક્ષિત રાખવાનું હોય તો તેમાં સ્ટીલનો વપરાશ કરી શકાય નહીં. 


આખરે ઘીના ઠામમાં ઘી: ઇન્ટર્ન તબીબ સ્ટાઇપેન્ડ વધારાની માંગ સરકારે સ્વીકારી, હડતાળ સમેટાઇ


પ્રાચીન મંદિરો અને ઇમારતોમાં આરસીસી અથવા તો સ્ટીલનો વપરાશ કરવામાં આવતો નહોતો. અત્યારે ચર્ચા ચાલી રહી છે કે સ્ટીલ રાખવામાં આવશે નહીં પરંતુ જો કોન્ક્રીટ રાખવામાં આવશે કે નહીં અથવા તો જુના મંદિરો અથવા ઇમારતોની જેમ લાઈમ મૂકી તૈયાર કરવામાં આવશે. તે અંગે ડિબેટ ચાલી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે મંદિરની ડિઝાઇન અમદાવાદમાં રહેતા આર્કિટેક્ટ આશિષ સોમપુરા દ્વારા આપવામાં આવી છે. તેઓએ જો સેટલમેન્ટના રિક્વાયરમેન્ટ આપ્યું છે તેના આધારે અમારી ટીમ ફાઉન્ડેશન તૈયાર કરશે. હજાર વર્ષ જૂના બહુ ઓછા મંદિરો છે. એમાં પણ જે ફાઉન્ડેશન છે તેની સ્ટડી કરવામાં આવી રહી છે, પરંતુ જરૂરી નહીં કે અમે તે ફાઉન્ડેશનની થિયરીને સ્વીકારીએ. 


દીપડાને પકડવા વાંદરાનું પાંજરુ મુકનાર વન વિભાગની ટીમ પર દીપડાનો હુમલો, ગામલોકોએ બચાવ્યા


દરેક જગ્યાએ જુદા જુદા માટીના પ્રકારો હોય છે તેના આધારે જ ફાઉન્ડેશન તૈયાર કરવું પડતું હોય છે. મહત્વની જાણકારી ઉમેરતા તેઓએ જણાવ્યું હતું કે, ભારતમાં મહત્તમ ધરતીકંપની રેક્ટર સ્કેલ આવવાની સંભાવના છે અને હજાર વર્ષ સુધી જે રામ જન્મભૂમિ જમીન છે ત્યાં કેટલા રેક્ટર સ્કેલ ન ધરતીકંપ આવી શકે છે તેનો અધ્યયન કરી આ મંદિરનું માળખું તૈયાર કરવામાં આવશે. જેથી એક હજાર વર્ષ સુધી ધરતીકંપની અસર મંદિર પર ન થાય ધરતીકંપના બે પ્રકારના અસર જોવા મળતા હોય છે. જેથી સુપર સ્ટ્રક્ચર પર આ ધરતીકંપની અસર જોવા મળી શકે છે અને બીજાના કારણે ફાઉન્ડેશન પર અસર પડી શકે છે. જ્યારે ભુજમાં ધરતીકંપ આવ્યું હતું ત્યારે અનેક બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જેથી અહીં ફાઉન્ડેશન પર ધરતીકંપના અસર ના થાય તેની ખાસ કાળજી લેવામાં આવશે. અમારી કમિટી એક અથવા તો બે સપ્તાહની અંદર ટ્રસ્ટને રિપોર્ટ સોંપી દેશે ટ્રસ્ટ દ્વારા આને નિષ્ણાંતોને આ રિપોર્ટ પર ચર્ચા કરી નિર્ધારિત કરશે કે ફાઉન્ડેશન કેવી રીતે તૈયાર કરવાનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube