પાટણઃ ઐતિહાસિક નગરી પાટણનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે. આ ધરતી પર અનેક સુરવીર રાજાઓએ રાજ કર્યું અને તે સમયે અનેક સ્થાપત્યો બંધાવ્યા હતા. જેમાં સુંદર કોતરણી, શિલ્પ કલા કારીગરી કરવામાં આવતા તેની નોંધ યુનેસકો દ્વારામાં લેવામાં આવી હતી. પાટણમાં સ્થિત રાણકી વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હતું. તે ખુબજ ગૌરવની વાત છે પરંતુ ક્યાંક પુરાતત્વ વિભાગની બેદરકારીના કારણે રાણીની વાવ નજીક આવેલ પ્રાચીન અને વિશાળ જગ્યામાં પથરાયેલ પ્રાચીન સહસ્ત્રલિંગ તળાવ પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરવામાં આવ્યું છે. પરંતુ વિકાસને લઇ પુરાતત્વ વિભાગ દ્વારા દુર્લભતા સેવવામાં આવતા તેનો ભવ્ય ઇતિહાસ પણ આજે નામશેષ તરફ જઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ એટલે સિદ્ધરાજ જયસિંહની રાજનગરી અહીં અનેક પ્રાચીન વિરાસતના સ્થળો આજે પણ પ્રવાસીઓના મન મોહી રહ્યા છે. પાટણની રાણીની વાવને વર્લ્ડ હેરીટેજ મોમેન્ટ તરીકે જાહેર પણ કરવામાં આવી છે. પાટણમાં રાનીની વાવને નિહાળવા આવતા વિદેશી અને ભારતીય પ્રવાસીઓ રાનીની વાવ નજીક આવેલ સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત પણ ચોક્કસ લે છે. પરંતુ પ્રવાસીઓ જ્યાં રાનીની વાવને જોઇને આનંદ અનુભવે છે. ત્યાં સહસ્ત્રલિંગ તળાવની હાલત જોઇને દુખી પણ થઇ રહ્યા છે. કેમ કે પ્રાચીન એવા સહસ્ત્રલિંગ તળાવનો ઈતિહાસ જાણે દટાઈ ગયો હોય તેવું લાગે છે. સહસ્ત્રલિંગ તળાવમાં રહેલા પ્રાચીન સ્થાપત્યો હાલમાં વેર વિખેર અને ભાંગેલી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ ગ્રીષ્મા મર્ડર કેસની જેમ એક તરફી પ્રેમની આ વિકૃતિ વિશે અચૂક જાણી લેજો, પુરૂષોમાં તેનું પ્રમાણ વધારે, શુ છે ઓબ્સેસીવ લવ ડિસઓર્ડર?


સહસ્ત્રલિંગ તળાવના સ્થાપત્યોની જાણવણી ક્યાય દેખાતી નથી તેટલું જ નહિ સહસ્ત્રલિંગ તળાવમાં રહેલા પ્રાચીન સ્થાપત્યોની જાણવણી માટે બનાવેલી સંરક્ષણ દીવાલ પણ તૂટી પડી છે. છેલ્લા 2 વર્ષ થી આ સંરક્ષણ દીવાલ તૂટી ગઈ છે. પરંતુ જાણે પુરાતત્વ વિભાગને પ્રાચીન વિરાસતને જાળવવામાં કોઈ રસ જ ન હોય તે આ દ્રશ્ય પરથી લાગી રહ્યું છે. સહસ્ત્રલિંગ તળાવમાં પ્રાચીન સ્થાપત્યો ક્યાંક રેતીમાં દટાઈ ગયા છે. તો ક્યાંક પ્રાચીન સ્થાપત્યો તૂટેલા છે અને રઝળતા પણ જોવા મળી રહ્યા છે. જેથી સહસ્ત્રલિંગ તળાવની મુલાકાતે આવતા પ્રવાસીઓ સહસ્ત્રલિંગ તળાવ ની દુર્દશા જોઇને દુખી થઇ રહ્યા છે.


રાણીની વાવ જેટલો જાણવા જેવો ઈતિહાસ પણ સહસ્ત્રલિંગ તળાવનો છે. કહેવાય છે કે સહસ્ત્રલિંગ તળાવમાં એક હજાર શિવાલય હતા પરંતુ હાલમાં અહી એક પણ શિવાલય કે શિવાલયનું ક્યાય નિશાન પણ જોવા મળતું નથી. જો કે પ્રવાસીઓને સહસ્ત્રલિંગ તળાવમાં શિવાલયોના દર્શનતો દૂરની વાત રહી પરંતુ હાલમાં જે રીતે સહસ્ત્રલિંગ તળાવમાં સ્થાપત્યો ની હાલત જોઇને દુખી થઇ રહ્યા છે. તે જોઇને તો પ્રવાસીઓનું માનવું છે કે કદાચ આ પ્રાચીન સ્થળો પણ ઈતિહાસ બની જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube