Gujarat Weather Updates, અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત ઠંડીનું જોર યથાવત છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બુધવારે કડકડતી ઠંડીનો અનુભવ થશે. આજે અમદાવાદ, અમરેલી, કચ્છ,મોરબી,નર્મદા, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, જામનગર,જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં બદલાયા કોંગ્રેસ અને AAPના સૂર, આ નેતાઓ પહોંચ્યા રામના શરણે


સાથે જ હજુ પણ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને કારણે જગતના તાતની દશા બેઠી છે. ખેડૂતોને માવઠાનો માર એટલો નડી જાય છેકે, એમની આખા વર્ષની મહેનતનું ધનોત પનોત નીકળી જાય છે. હજુ પણ કેટલાંક વિસ્તારોમાં ખેતરોને ખેદાન મેદાન કરી શકે છે કમોસમી વરસાદ આ અંગેની આગાહી અગાઉ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કરી ચુક્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી.


દિલ્લી દરબારમાં લાગી ગુજરાત ભાજપના 8 જૂના જોગીઓની પાઠશાળા! આ નેતાઓના ક્લાસ લેવાયા


રાજ્યમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતા છે. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. ગુજરાતમાં ગગડી રહેલાં ઠંડીના પારાની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લાં ત્રણ દિવસથી યથાવત છે. 9.8 ડિગ્રી સાથે રાજ્યનું પાટનગર એટલેકે, ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે. જ્યારે કચ્છના નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું, ડીસામાં 11.2, અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 12.4, સુરેન્દ્રનગરનું તાપમાન 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


...છોકરી હા પાડે તો પણ તમે શારીરિક સંબંધો ના બાંધી શકો, સંમતિ પણ રેપ ગણાશે


કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નીચું થઈ જશે. આહવા, ડાંગ, વલસાડ, સુરત સુધી ઠંડી અનુભવાશે. સુરતના આસપાસ ભાગોનું તાપમાન 13 ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે. ધીમે-ધીમે ઠંડી વધશે.


જિયોની કરોડો યૂઝર્સને ભેટ! રિચાર્જ કરાવવા પર ફૂડ, ફ્લાઇટ અને શોપિંગ પર છૂટ, જાણો ઓફર


ક્યાં-ક્યાં વધારે ઠંડું રહેશે તાપમાન?
ઉલ્લેખનીય છેકે, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે બુધવારે કડકડતી ઠંડીનો અનુભવ થશે. આજે અમદાવાદ, અમરેલી, કચ્છ,મોરબી,નર્મદા, રાજકોટ, વલસાડ, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, બોટાદ, જામનગર,જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરત સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.


પ્રેમ એટલે કેમિકલ લોચા, ત્રણ રાસાયણો ભલભલા પાડે છે પ્રેમ, જાણો Science of Love


રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછુ નોંધાયુ છે. તેમજ 3 દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 4.5 ડિગ્રી ગગડ્યો છે. અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ 9.8 ડિગ્રી સાથે પાટનગર ગાંધીનગર ઠંડુ શહેર બન્યુ છે. આ ઉપરાંત નલિયામાં 10.8 અને ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.