તેજશ મોદી/સુરત : વિજળીના ઉત્પાદન માટે બિનપ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, જેને કારણે વિજળીનો ઉત્પાદન ખર્ચ વધે છે અને તેનો બોજો ગ્રાહકો પર આવે છે, ત્યારે સરકાર પ્રાકૃતિક રીતે વિંજ ઉત્પાદનને ખાસ મહત્વ આપી રહી છે. ગુજરાતની સુરત મહાનગરપાલિકા દેશની પહેલી એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે જેને જળવિતરણની પુરી વ્યવસ્થા સોલાર આધારિત જ કરી દીધી છે. જેમાં તાપી નદીમાંથી પાણી લેવું તેને પ્યોરીફાય કરી ટ્રાન્સમિશન કરીને લોકોના ઘર સુધી પહોંચાડવાનો સમાવેશ થાય છે. કુલ 6 મેગાવોટના પ્લાન્ટમાંથી 4 મેગાવોટ પ્લાન્ટ પાણી સપ્લાય માટે કાર્યરત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજળીની જરૂરિયાત આજે દરેકને હોય છે, ભલે મોંધી હોય તો પણ વિજળી વગર કોઈ કામ શક્ય નથી, દરરોજ વિજળીનું ઉત્પાદન પણ વધી રહ્યું છે, ખાસ કરીને બિન પ્રાકૃતિક સ્રોતોના મદદ વિજળીનું ઉત્પાદન કરવામાં ખર્ચ વધી રહ્યો છે, જેનો બોજો સીધો ગ્રાહક પર પડતો હોય છે, ત્યારે વિજળી મેળવવાના પ્રાકૃતિક સ્રોતોનો ઉપયોગ કરવામાં આવે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે, જેમાં સૌથી મજબુત શરૂઆત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સુરત મનપાએ હવા અને સુર્યપ્રકાશ સહિતના અન્ય સ્ત્રોતોથી વિજળીનું ઉત્પાદન શરુ કરી ખર્ચ ઘટાડવાનું શરુ કર્યું છે. 


હાલમાં સુરત મનપા પાણી વિતરણ કરવા માટે રૂફટોપ સોલાર સીસ્ટમનો સંપૂણ ઉપયોગ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આવું કરનારી સુરત મહાનગરપાલિકા દેશની એક માત્ર સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 1 મેગાવોટના રૂફટોપ સોલાર પ્લાન્ટનું ઉદ્દઘાટન કરતા મનપા દ્વારા કુલ 6 મેગાવોટ સોલાર વિજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે. મનપા 6 મેગાવોટ સોલાર પ્લાન્ટમાંથી 4 મેગાવોટ વિજળીનો વપરાસ વોટર વર્કસમાં કરે છે. પાણીના ટ્રીટમેન્ટ થી લઇ ડીસ્ટ્રીબ્યુશન સહિતની કામગીરી કરવામાં આવે છે.


મોરબીનો સિરામિક ઉદ્યોગ પડી ભાંગશે, 2 લાખ લોકો થશે બેરોજગાર

સુરત મહાનગરપાલિકા આગામી વર્ષમાં વધુ 2 મેગાવોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટ નાંખવા જઈ રહી છે, જેથી કુલ ઉત્પાદન 8 મેગાવોટ પર પહોંચશે. એક મેગાવોટનો પ્લાન્ટ નાખવાનો કેપિટલ ખર્ચા 6 થી 7 વર્ષમાં પાછો મળી જાય છે, સામાન્ય રીતે સોલાર પેનલની લાઈફ 25 વર્ષની હોવાથી લાંબા ગાળે ફાયદો થતો હોય છે. રૂફટોપ સોલારથી મનપાને વાર્ષિક 5.2 કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થાય છે. રૂફટોપ સોલાર ઉપરાંત વિન્ડ પાવરમાં 32 મેગાવોટ અને બાયોગેસમાં 5 મેગા વોટ વિજળીનું ઉત્પાદન કરી પાલિકા વર્ષે 45 કરોડની બચત કરે છે. આગામી વર્ષોમાં મનપા 50 ટકા જેટલો વીજ વપરાસ પ્રાકૃતિક સ્ત્રોત સુધી લઇ જવાનું આયોજન કરી રહી છે, જે હાલ 35 ટકા છે.


વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ શરૂ થયો પ્લાન્ટ, રોજ 10 ટન ખાતર થશે ઉત્પન્ન


સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે જેને હવા, પાણી અને સુર્યપ્રકાશથી વિજળીનું ઉત્પાદન કરી પોતાનો આર્થિક બોજો ઘટાડી રહી છે. એક તરફ મહાનગરપાલિકા સોલાર એનર્જીનો ઉપયોગ કરી પોતાનો આર્થિક બોજો ઘટાડી રહી છે, તો બીજી તરફ સુરત શહેરના નગરિકો પણ સોલાર એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે જો દેશની અન્યય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ આજ રીતે પ્રાકૃતિક વિજળીના સ્ત્રોતોનો ઉપયોગ કરશે તો ખરા અર્થમાં આર્થિક ફાયદો તો દેશના લોકોને થશે જ પરતું પર્યાવરણમાં થતાં પ્રદૂષણ પણ ખુબ મોટું નુકસાન ઘટાડી શકાશે.