અમદાવાદ : શહેરમાં ઠગાઇનો એક ખુબ જવિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વિદેશ જવાની લ્હાઇમાં એક દંપત્તીઠગાઇનું ભોગ બન્યું અને એવી બાબતમાં ઠગાઇનું ભોગ બન્યું કે, સમગ્ર ઘટના વાંચશો તો આશ્ચર્યથી ચોંકી ઉઠશો. સુનિલ જૈન અને જ્યોતિ જૈને સલુન ધરાવતી એક મહિલા સાથે વિદેશ મોકલવાના બહાને ઠગાઇ આચરી હતી. સુનિલ જૈન જીમ ચલાવતો હતો અને જીમની નીચે જ ભોગ બનનાર મહિલાનું સલુન આવેલું છે. જેના કારણે બંન્ને વચ્ચે લાંબા સમયથી સંબંધ હતો. મહિલાએ વિદેશ જવાની ઇચ્છા વ્યક્ત કરતા જીમ ઘારક સુનિલે જણાવ્યું કે, તમે મશરૂમની ખેતી કરતા શીખશો તો તમને કેનેડા જવામાં સરળતા રહેશે. આ માટે તમારે મશરૂમની ખેતીની ટ્રેઇનિંગ અને તેનું સર્ટિફિકેટ લેવું પડશે તેવું જણાવ્યું હતું. આ પ્રકારે કુલ 27.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીષ્માના ગળુ કાપતા સમયે વીડિયોમાં ફેનિલનો જ અવાજ હતો, આખરે FSL માં સાબિત થયું


અમદાવાદ ગ્રામ્યના સાઉથ બોપલમાં રહેતા પારૂલ રાણા નામી મહિલા પોતાના પરિ અને પુત્રી સાથે રહે છે. થલતેજના શિલજ રોડ પર તેનું પોતાનું હેરકટિંગ સલૂન છે. તેના પતિ સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવે છે. વર્ષ 2017 માં તેઓએ આ સલુન ખોલ્યું અને તેમના સલુનના ઉપરના માળે જીમ આવેલું છે. જે જીમ સુનિલ જૈન નામનો વ્યક્તિ ચલાવતો હતો. તેઓ વાળ કપાવવા માટે વાળ કટીંગ કરાવવા સલુને આવ્યો અને ત્યાર બાદ બંન્ને વચ્ચે પરિયચ કેળવાયો હતો. 


ગુજરાતના અસલી ‘નાયક’ : ઝૂપડપટ્ટીમાં લોકો વચ્ચે જઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાણી તેમની સમસ્યા


લોકડાઉન બાદ ધંધો મંદ પડતા પારૂલ બહેનને સુનિલે ઓફર કરી કે તમે આટલું સારૂ કામ કરો છો તો પછી કેનેડા જઇને હાથ કેમ નથી અજમાવતા. પારૂલ બહેને કહ્યું કે, તેઓનો અભ્યાસ ઓછો છે. જેથી ઠગે જણાવ્યું કે, તમે ખેતીના લાયસન્સ ઉપર વિદેશ જઇ શકો છો. એ માટે તમારે મશરૂમની ખેતીનું સર્ટિફીકેટ જોઇએ. જો તમે કહો તો તમને એ સર્ટિફિકેટ સસ્તામાં અપાવી દઇશ. પોચા પોચા મશરૂમ ઉગાડતા તમારે શીખવું પડશે. ત્યાર બાદ હું તમારા તમામ દુખ દર્દો દુર કરી દઇશ. તમારા દુખ દર્દોનો સહારો માત્ર અને માત્ર મારી પાસે છે. આ પ્રકારે મહિલા ભોળવાઇ ગઇ અને સર્ટિફિકેટ મેળવવાના નામે હપ્તે હપ્તે તેઓ પૈસા આપતા ગયા. આ પ્રકારે 27 લાખ રૂપિયાનો ખર્ચો થયો તેમ છતા પણ સર્ટિફિકેટ નહી મળતા આખરે મહિલાને લાગ્યું કે, આ ઠગાઇ થઇ રહી છે. જેથી તેણે પોલીસ ફરિયાદ કરી હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.