નિત્યાનંદની બંન્ને સાધિકાઓનાં જામીન મુદ્દે કોર્ટે મુદત આપી
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો બે યુવતીઓ ગુમ થવાના કેસમાં આરોપી સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વની રેગ્યુલર જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનવણી પૂર્ણ થઈ ગઈ છે. આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો ૪ ફેબ્રુઆરીપર અનામત રાખ્યો છે. બંન્નેને આરોપીઓએ કેસમાં તપાસ અધિકારી ધ્વારા ચાર્જશીટ દાખલ કર્યા બાદ જામીન મેળવવા અરજી કરી છે.
આશ્કા જાની/અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો બે યુવતીઓ ગુમ થવાના કેસમાં આરોપી સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વની રેગ્યુલર જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનવણી પૂર્ણ થઈ ગઈ છે. આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો ૪ ફેબ્રુઆરીપર અનામત રાખ્યો છે. બંન્નેને આરોપીઓએ કેસમાં તપાસ અધિકારી ધ્વારા ચાર્જશીટ દાખલ કર્યા બાદ જામીન મેળવવા અરજી કરી છે.
માથાભારે ટ્રાન્સપોર્ટર દ્વારા RTO ઈનસ્પેક્ટર પર જીવલેણ હુમલો થતા ચકચાર
જેમાં રજૂઆત કરી છે કે તેમની ઉપર ખોટો આરોપ લગાવામાં આવ્યો છે. જે યુવીઓ ગુમ છે તેમને હાઈકોર્ટે સમક્ષ વિદેશથી એફિડેવિટ પણ દાખલ કરી દીધું છે. માટે જો હવે તેમને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પુરાવા અને સાક્ષીને તોડશે એવો કોઈ ડર નથી માટે તેમને જામીન પર મુક્ત કરવામાં આવે. સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, બંને આરોપીઓ પર ગંભીર ગુનો છે. હજુ ગુમ થયેલી યુવતીઓ મળી નથી. કેસમાં એક આરોપી નિત્યાનંદ હજુ પણ ભાગેડુ છે, માટે જમીન આપી ન શકાય. બંને પક્ષની રજુઆતો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલ પર અનામત રાખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube