હિમાંશુ ભટ્ટ/મોરબી: મોરબીમાં ગઈકાલે ત્રણ વર્ષના માસુમ બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. જે બનાવમાં એવી ચોકાવનારી માહિતી સામે આવી છે કે મૃતક બાળકને તેના જ ઘરમાં તેની સાથે રહેતી અને મોરબીમાં અભ્યાસ કરતી તેની પિતરાઈ બહેને મારી નાખ્યો હોવાની વિગતો સામે આવી છે. જેથી પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદ લઈને તેની જ ભાણેજની સામે નિત્યની હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં ટાઇલ્સના વેપારીના દિકરા નિત્યની તેની જ પિતરાઈ બહેન દ્વારા ગળું દબાવીને ગઈકાલે હત્યા કરી નાખવામાં આવી હતી જેથી બાળકના મૃતદેહનું ફોરેસ્ન્સિક પીએમ કરાવવામાં આવતા તેની હત્યા હાથેથી ગળું દબાવીને કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. અને મૃતક બાળકની ફૈબાની દીકરીએ જ ગુસ્સામાં આવી જઈને નીત્યનું ગળું દબાવી દેતા તેનું મોત નીપજ્યું હોવાનું સામે અવાયું છે.


મહેસાણા: દૂધસાગર ડેરી દ્વારા દૂધના કિલોફેટ દીઠ ભાવમાં 25 રૂપિયાનો કરાયો વધારો


આ બનાવના ઘટના ક્રમ ઉપર જો નજર કરીએ તો ગઇકાલે શિવાની એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ ડઢાણીયાનો દીકરો તેની બહેના માસુમ અને પિતરાઈ બહેન સાથે તેના ઘરમાં હતો ત્યારે પિતરાઈ બહેન શાક સમારતી હતી તે સમયે નિત્ય તેના હાથમાંથી ચાપું લઈને નાશી ગયો હતો જે તેની પાસેથી પરત લેવા જતા પિતરાઈ બહેનને હાથમ ચાપું લાગી ગયું હતું.


અમદાવાદ: વસ્ત્રાપુરમાં મહિલા તબીબે ચોથા માળેથી લગાવી મોતની છલાંગ



પિતરાઇ બહેને આવેશમાં આવીને ગુસ્સામાં ને ગુસ્સામાં નીત્યનું ગળું હાથેથી દબાવી દેતા તેનું મોત નીપજ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને નિત્યની હત્યા કરનારા તેની પિતરાઈ બહેન સગીર હોવાથી આગળની કાર્યવાહી હાથધરી છે.