તાપી : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ છે. રોજનાં હજારો કેસ આવી રહ્યા છે. જો કે નેતાઓ સમજવાનું નામ નથી લઇ રહ્યા. સભા હોય કે પોતાના ઘરનો પ્રસંગ એમને ભીડ કર્યા વગર જરા પણ જામતું નથી. તેવામાં પોતાના ઘરમાં કોઇ પ્રસંગ હોય તો જાણે શક્તિ પ્રદર્શન કરવાનો મોકો હોય તેવી રીતે આ નેતાઓ કોઇ પણ નિયમોનું પાલન કરતા હોતા નથી. તેવામાં કોરોનાના સમયગાળામાં પણ નેતાઓ જરા પણ શરમ કરતા નથી. શરમ લાજ જાણે નેવે મુકી દીધી હોય તે પ્રકારનું વર્તન કરતા જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં ગર્ભ પરીક્ષણનાં કાળા કારોબારનો પર્દાફાશ, જાણો પોલીસે સમગ્ર ઘટના કેવી રીતે ખુલ્લી પાડી?


બીજી તરફ પોલીસ અને તંત્ર પણ કોઇના લગ્ન પ્રસંગમાં 150 થી એક પણ માણસ વધારે હોય તો ડંડા પછાડતી પોલીસ નેતાઓની રેલીઓમાં અને નેતાના ઘરે આયોજીત પ્રસંગમાં પુછડીઓ પટપટાવતા જોવા મળે છે. આવો જ કિસ્સો તાપીમાં પણ પ્રકાશમાં આવ્યો હતો. તાપીમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા જોવા મળ્યા હતા. પોલીસ પણ ત્યાં મુક પ્રેક્ષક બનીને જોતી રહી હતી કારણ કે નેતાજીના દિયરનો લગ્ન પ્રસંગ હતો. તાપી પોલીસ અને તેની કાર્યવાહી પર ફરી સવાલ ઉઠી રહ્યા છે. 


હવે ગુજરાતનો વારો! PM મોદી આગામી સપ્તાહે ગુજરાત BJP ના કાર્યકરો સાથે કરશે વર્ચ્યુઅલી ચર્ચા


તાપીમાં ડીજેના તાલે હજારો માણસો લગ્ન પ્રસંગમાં ઝુમ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લાખો લોકો ડીજેના તાલે ઝુમતા જોવા મળ્યા હતા. ડોલવણના પાટી ગામે ગતરોજ લગ્ન પ્રસંગ હતો. તાલુકા પંચાયતના ભાજપના ઉપ પ્રમુખના દિયરના લગ્ન પ્રસંગનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે આ અંગે પુછવામાં આવતા ડોલવણ પોલીસે સરકારી જવાબ આપતા તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ડોલવણ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ સુનંદાબેનના દિયર રાહુલ ગામીતના લગ્ન હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube