અમદાવાદ: જેના નામના ડંકા વાગતા હતા તે પ્રદીપ યાદવની ફિલ્મી સ્ટાઇલે ઘરમાં ઘુસી તલવારના ઘા મારી હત્યા
* બે મહિના પહેલા 50 લાખની ખંડણી માંગનાર પ્રદિપ ઉર્ફે માયા ડોનની હત્યા
* 15થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા પ્રદિપ પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો.
ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના કુખ્યાત ગુનેગાર પ્રદીપ યાદવ ઉર્ફે માયા ડોનની જાહેરમા ક્રૂર રીતે હત્યા થઇ હતી. સાળા બનેવીના ઝઘડામાં ખેલાયો ખૂનીખેલ. સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી. શેરના માથે સવાશેર હોય જ છે. આ કહેવત ચાંદલોડિયા વિસ્તારમાં બનેલા બનાવ પરથી સાર્થક સાબિત થઈ છે. પોતાની દાદાગીરીથી લોકોમાં દહેશત ઉભી કરીને ગુંડાગીરીનું સામ્રાજ્ય બનાવનાર ચાણક્યપુરીના પ્રદિપ યાદવ ઉર્ફે માયા ડોનની તેનાજ ઘરમાં ઘુસીને પાંચથી વધુ શખ્સોએ વહેલી સવારે ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી. વહેલી સવારે ખેલાયેલા આ ખુની ખેલમાં હત્યા કરનાર પ્રદિપનો કૌટુબીક બનેવી છે. પોલીસ માટે માથાનો દુખાવો બની ગયેલો પ્રદિપ પોલીસ સ્ટેશનમાં જાતેજ પોતાની રીતે માથા પછાડીને આંતક મચાવતો હતો.
સી.આર પાટીલ, નીતિન પટેલ બાદ CM વિજય રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ ! જાણો શું છે આ પેજ પ્રમુખ કોનસેપ્ટ?
આજે સવારે ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પુરષોતમનગર વિભાગ 2માં રહેતા પ્રદિપ ઉર્ફે માયા ડોનના ઘરમાં બનેવી અનીષ પાંડે સહિત કેટલાક લોકો તલવારો લઇને આવ્યા હતા તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. લોહીથી લથપથ હાલતમાં પોતાની જીવ બચાવવા માટે પ્રદિપ ઘરની બહાર દોડ્યો હતો. જ્યા તેનુ જમીન પર ઢળી પડ્યા બાદ મોત નિપજ્યુ છે. વહેલી સવારે ખેલાયેલા આ ખુનીખેલના કારણે પુરષોતમનગરમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો અને બીજીતરફ લોકોમાં દહેશતનો અંત આવ્યો.
Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, હત્યા કરનાર અનીષ પાંડે પ્રદિપ યાદવનો કૌટુબીક બનેવી થાય છે. પ્રદિપે અનીષ પાંડેના મિત્ર અજયને માર માર્યો હતો. જેના કારણે મોડીરાત્રે બે વાગ્યા સુધી પ્રદિપના ઘરે અનીષ પાંડેનો ઝઘડો ચાલ્યો હતો. મોડી રાત્રે અનીષ પાંડે, અજય, રાહુલ અમાવસ સહિતના લોકોએ પ્રદિપની હત્યા કરવાની કવાતરુ ધડ્યુ અને વહેલી સવારે આશરે 10 કરતા વધુ લોકો તલવારો લઇને આવ્યાને પ્રદિપનું ઢીમ ઢાળી દીધુ હતું. વહેલી સવારે ખેલાયેલા આ ખુની ખેલની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા. પ્રદિપની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને રાહુલ અને અમાવસની અટકાયત કરી લીધી છે. પ્રદીપ ઉર્ફે માયા ડોન કુખ્યાત ગુનેગાર હતો. તેની વિરુદ્ધ અપહરણ, ખંડણી, હત્યા ના પ્રયાસના અનેક ગુના નોંધાયા છે. સોલા પોલીસે હત્યાના ગુનાના મુખ્ય સૂત્રધાર અનિષ પાંડે અને તેના સાગરીતો ની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube