ઝી બ્યુરો/ગાંધીનગર: ફરી એકવાર રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શાળામાં વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરાઈ છે. 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના અપાઈ છે. અત્રે જણાવી દઈએ કે, 6 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર દરમિયાન બદલી કેમ્પ યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઉલ્લેખનીય છે કે, અગાઉ અનેક વખત અનેક જિલ્લામાંથી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષિણ સંઘ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ આ બાબતે રાજ્ય સંઘે પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરી હતી. જો કે, જે સમગ્ર બાબતને લઈ શિક્ષણ નિયામકે વધ-ઘટ બદલી કેમ્પની તારીખ જાહેર કરી 31-7-2023ની સ્થિતિ મુજબ બદલી કેમ્પ કરવા સુચના આપી છે.