વડોદરા: જુનુ દેવુ ચુકવવા માટે મહિલાએ ઘરેણા ગીરવે મુક્યા, લૂંટનું તરકટ રચ્યું
પોતાનું અંગત દેવું ચુકવવા માટે સાસુ સસરાને અંધારામાં રાખીને પુત્રવધુએ પોતાનાં ઘરેણા ગીરવે મુક્યા હતા. ત્યાર બાદ લૂંટની ફરિયાદનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ઝીણવટથી તપાસ કરતા ભાંગી પડેલી મહિલાએ દેવુ ચુકવવા માટે ઘરેણા ગીરવે મુલ્યા અને સમગ્ર તરકટ રચી કાઢ્યું હોવાનું કબુલ્યું હતું. જેના પગલે પોલીસ સહિત સમગ્ર પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.
વડોદરા : પોતાનું અંગત દેવું ચુકવવા માટે સાસુ સસરાને અંધારામાં રાખીને પુત્રવધુએ પોતાનાં ઘરેણા ગીરવે મુક્યા હતા. ત્યાર બાદ લૂંટની ફરિયાદનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે ઝીણવટથી તપાસ કરતા ભાંગી પડેલી મહિલાએ દેવુ ચુકવવા માટે ઘરેણા ગીરવે મુલ્યા અને સમગ્ર તરકટ રચી કાઢ્યું હોવાનું કબુલ્યું હતું. જેના પગલે પોલીસ સહિત સમગ્ર પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વડોદરામાં એક પરિવાર રહે છે. લગ્ન બાદથી જ સમગ્ર પરિવાર સાથે રહે છે પરંતુ લોકડાઉનનાં કારણે 4 મહિનાથી તેઓ ઘરે આવી શક્યા નહોતા. મહિલા લગ્ન પહેલા ટેલિફોન ઓપરેટર તરીકે નોકરી કરી હતી. જ્યાં તેણે એક કર્મચારી પાસેથી પૈસા ઉછીના લીધા હતા. જે પૈસા પરત લાંબા સમયથી તે પાછા આપી શકતી નહોતી. જેથી સસરાની જાણ બહાર વિંટી અને મંગળસુત્ર ગીરવે મુક્યું હતું. 26 હજાર રૂપિયા લીધા હતા.
સસરાએ જ્યારે આ અંગે પુછતા તેણે લૂંટ થઇ હોવાનું જણાવ્યું હતું. પ્લાન મુજબ તેણે પોલીસને પણ ઉઠા ભણાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને શંકા જતા મહિલાની આગવી ઢબે પુછપરછ કરતા તે ભાંગી પડી હતી. પોતે દેવું થઇ જતા ઘરેણા ગીરવે મુકીને પૈસા લઇ લીધા હોવાનું જણાવ્યું હતું.