સંદીપ વસાવા/મહુવા: સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામે રહેતા એક યુવાનનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. એસ.એમ.સી.માં સફાઈ કામદાર તરીકે કામ કરતા યુવાનને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જેનો ગણતરીના કલાકોમાં મહુવા પોલીસે ભેદ ઉકેલી મૃતકના બે ભાઈ અને બે ભત્રીજાની અટકાયત કરી હતી. મૃતક નશાની ટેવવાળો હોય અવાર નવાર માતા તેમજ પરિવારમાં ઝગડા કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા
સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના અનાવલ નજીક કોષ ગામેથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરમાં એક યુવાનનો મૃત હાલતમાં મળી આવ્યો હતો. કોષ ગામ ગામે ઉપલી કોષ ફળિયામાં રહેતા યોગેશભાઈ ડાહ્યાભાઈ પટેલ જે પરણિત અને બે બાળકના પિતા હતો અને સુરત એસ.એમ.સીમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. નહેરમાં પાણી ઓછું હોવા છતાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા હતી. 


પોલીસે ગણતરીના કલાકો માં જ ભેદ ઉકેલી કાઢ્યો
ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને સ્થળ પર પહોંચી જોતા મૃતક યુવાનના માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે કરેલા પાંચ જેટલા ઘા તેમજ શરીરના અન્ય ભાગે ઇજાઓ જોવા મળી હતી. પ્રાથમિક ધોરણે યુવાનની હત્યા કરાયેલ હોવાના તારણ સાથે પોલીસે ગણતરીના કલાકો માં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો


આરોપીઓના નામ:-
(1) વસંતભાઈ ડાહ્યાભાઈ પટેલ, (ભાઈ)
(2) વિજયભાઈ ડાહ્યાભાઈ પટેલ (ભાઈ)
(3) મયુરભાઈ ગોવિંદભાઈ પટેલ (ભત્રીજા)
(4) તેજસભાઈ ગોવિંદભાઈ પટેલ (ભત્રીજા)
તમામ રહે. કોષ, ઉપલી કોષ ફળીયુ, તા. મહુવા, જિ. સુરત


આકસ્મિક મોતમાં ખપાવવા નહેરમાં મૃતદેહ ફેંકી જતાં રહ્યાં
ગણતરીના કલાકોમાં મહુવા પોલીસે હત્યાનો ભેદ ઉકેલી બંને ભાઈઓ તેમજ બંને ભત્રીજાની અટકાયત કરી હતી. કારણ એ હતું કે મૃતક નશાની ટેવ વાળો હતો. અને અવાર નવાર માતા તેમજ પરિવારના ઝગડા કરતો હતો. જેથી કંટાળી જયને બંને ભાઈઓએ ભત્રીજા સાથે મળી મૃતક યોગેશને માથાના ભાગે લાકડાના ફટકા મારી હત્યા કરી હતી અને આકસ્મિક મોતમાં ખપાવવા નહેરમાં મૃતદેહ ફેંકી જતાં રહ્યાં હતાં.