ઝી બ્યુરો/પાટણ: પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો સુરેન્દ્રનગર જિલ્લાનો જેસડા ગામના વિદ્યાર્થીનું મોત થતા ચકચાર મચી છે. વિદ્યાર્થીના મોતને લઈને પરિવાર જનોએ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ થયું હોવાનો આક્ષેપ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા


પાટણથી છ કિલોમીટરના અંતરે આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા અભ્યાસ કરતો હતો ચાલુ વર્ષે તેને એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે ગતરોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાયું હતું. જેના કારણે 18 વર્ષીય યુવકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પરિવારજનોએ જણાવ્યું હતું.


18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલું થઈ શકે લઘુત્તમ વેતન?


ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક સાહેબ જણાવ્યું હતું કે ગતરોજ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સતત ત્રણ કલાક ઊભા રાખીને તેઓનું ઇન્ટ્રોડેક્શન આપવાની વાત કરી હતી. તે દરમિયાન આ ઘટના બનવા પામી છે. કોલેજ દ્વારા તપાસ કમિટી ની નિમણૂંક કરવામાં આવી છે., જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કર્યાનું સામે આવશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીને  જણાવ્યું હતું.


આ છે દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટ, ટેક ઓફ-લેન્ડિંગમાં પાયલટના પણ છૂટી જાય છે પરસેવો