* જામનગરની જીજી હોસ્પિટલમાં કોવિડની સારવારને લઈ રાહતના સમાચાર
* એકપણ એક્ટિવ દર્દીના રહેતા કોવિડ વોર્ડને તાળા મારી દેવાયા
* શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ 0 પર પહોંચ્યા
* જીજી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી થયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્તાક દલ/ જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલમાં કોવિડની સારવારને લઈ રાહતના સમાચાર આવ્યા છે. હાલ અહીં એકપણ એક્ટિવ દર્દી રહ્યો નથી. જેના પગલે કોવિડ વોર્ડને તાળા મારી દેવાયા છે. જીજી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી થઈ જતા તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જામનગર માટે ખુબ જ રાહતના સમાચાર છે.


VALSAD માં કરોડો રૂપિયાની સિગરેટની ચોરી, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ


જામનગરની જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોનાની બીજી લહેર દરમિયાન 2300 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. અહીં સારવાર લેવા આવતા દર્દીઓની સ્થિતિ એવી હતી કે, એડમીટ થવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી હતી. જો કે , ત્યારબાદ બીજી લહેર ધીમે ધીમે નબળી પડતા હોસ્પિટલ પરનું ભારણ પણ ઘટ્યું હતું. હાલ સ્થિતિ એવી છે કે, અહીં એકપણ એક્ટિવ કેસ રહ્યો નથી .


જામનગરમાં રખડતા ઢોરનો આતંક જુઓ CCTV માં, ઘરમાં ઘૂસીને બાળકનું ઘોડિયું ખેંચીને લઈ ગયું...


બીજી લહેર દરમિયાન મોટા ભાગના દર્દીઓ માટે સારવાર લેવાનો જીજી હોસ્પિટલ એકમાત્ર વિકલ્પ હતો. ખાનગી કોવિડ સેન્ટરમાં જૂજ બેડની સંખ્યા હોવાના કારણે બીજી લહેર દરમિયાન 1200 બેડની હોસ્પિટલની ક્ષમતા વધારી બમણી કરવાની ફરજ પડી હતી. અહીં અત્યાર સુધીમાં 14000 થી વધુ દર્દીઓને સારવાર અપાઈ ચૂકી છે. જીજી હોસ્પિટલના કોવિડ નોડલ અધિકારીએ કહ્યું હતું કે, બીજી લહેર હાલ નિયંત્રણ હેઠળ છે પરંતુ , સંભવિત ત્રીજી લહેરનો સામનો કરી શકીએ તે માટે લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરુર છે. લોકોએ હજી પણ કોવિડ ગાઈડલાઈન્સનો અમલ કરવાનું ભૂલવું ન જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube