ડે.મેયરે જીલ્લા પોલીસ વડાને દારૂ અંગે રજુઆત કરીને ફસાયા, ઇનામ મળશે કે સજા ?
શહેરના નગરસેવક અને મહાનગરપાલિકાના ડે. મેયર અશોક બારૈયાએ પોતાના વિસ્તાર એવા ભાવનગર પશ્ચિમમાં ઠેર ઠેર દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યા અંગે જીલ્લા પોલીસવડાને પત્ર લખી આ બદી ને તેમના વિસ્તારમાંથી નાબુદ કરવા અનુરોધ કર્યો છે. જો કે તેમના આ નિવેદન બાદ તેઓ સાચું બોલીને ફસાઈ ગયા હોય તેમ મોબાઈલ બંધ રાખી ભૂગર્ભમાં ઉતારી ગયા છે.
નવનીત દલવાડી/ભાવનગર: શહેરના નગરસેવક અને મહાનગરપાલિકાના ડે. મેયર અશોક બારૈયાએ પોતાના વિસ્તાર એવા ભાવનગર પશ્ચિમમાં ઠેર ઠેર દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ થઇ રહ્યા અંગે જીલ્લા પોલીસવડાને પત્ર લખી આ બદી ને તેમના વિસ્તારમાંથી નાબુદ કરવા અનુરોધ કર્યો છે. જો કે તેમના આ નિવેદન બાદ તેઓ સાચું બોલીને ફસાઈ ગયા હોય તેમ મોબાઈલ બંધ રાખી ભૂગર્ભમાં ઉતારી ગયા છે.
તીડનો આતંક: બનાસકાંઠા પંથકમાં ડ્રોનથી કરાયો તીડનો સફાયો, જુઓ વીડિયો
ભાવનગર પશ્ચિમ વિસ્તાર કે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો મત વિસ્તાર હોય અને આ વિસ્તારમાં બેફામપણે દેશી-વિદેશી દારૂના વેચાણ અંગેના અહેવાલની જીલ્લા પોલીસવડાને જાણ કરતા પત્રથી ડે.મેયર અશોક બારૈયા બરોબરના ફસાયા છે. જીલ્લા પોલીસવડાને પત્ર લખ્યા બાદ ડે.મેયર પોતાનો ફોન બંધ કરીને બેસી ગયા છે. ઉપરાંત હાલ જાહેરમાં ક્યાય નજરે પડતા નથી. જેથી આ બાબતે તેઓ સાચું બોલી અને બરોબર ના ફસાયા હોય તેવી સ્થિતિ સર્જાય છે. જયારે આ બાબતે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસને ભાજપ પર પ્રહાર કરવાની તક મળી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો, સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર
ગાંધીના ગુજરાતમાં બેફામ દારૂનું વેચાણ થઇ રહ્યાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા થોડા સમય અગાઉ કરવામાં આવ્યો હતો. દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી. જેને પગલે કોંગ્રેસના નેતાની સાથે ભાજપના નેતાઓ પણ આ બાબતે સહમતી દાખવી રાજ્યમાં ખુલ્લેઆમ દારૂના વેચાણને સમર્થન આપ્યું હતું. ત્યારે ભાવનગરના ડે.મેયરે ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં દારૂના વેચાણ બાબતે જીલ્લા પોલીસવડાને પાઠવેલા પત્ર માટે અભાર માની હકીકતની ટકોર કરી હતી.
દિલ્હી વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થશે-રાજીવ સાતવ
ભાવનગરનો પશ્ચિમ વિસ્તાર કે જ્યાં સ્લમ વિસ્તાર વધુ હોય અને આ લોકો પોતાની મહેનતની કમાણી દારૂના વ્યસનમાં ઉડાડી દઈ પોતાનું અને પોતાના પરિવારનું જીવન બરબાદ કરી રહ્યા છે. એવામાં ડે.મેયરની આ રજૂઆત રૂપી ટકોરની નોંધ ગંભીરતાથી લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા આ અડ્ડાઓ પર પોલીસ રેડ કરશે તેમ જણાવ્યું હતું. જો કે પોલીસ દ્વારા હાલ આ અંગે કાર્યવાહી શરુ હોવાનું પણ જણાવ્યું હતું. ડે. મેયરની જીલ્લા પોલીસવડાને રજૂઆત ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે સાચું બોલવાનું ઇનામ મળે છે કે સજા તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube