હવસખોર ડોક્ટર, નિઃસંતાન મહિલાને ઇન્જેક્શન આપી ચેમ્બરમાં કર્યો બળાત્કાર
સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરે મહિલા પર આચર્યું દુષ્કર્મ, ઇન્જેક્શન આપી કર્યો રેપ
સુરત: ડોક્ટરને સમાન્ય માણસ ભગવાનનું રૂપ માનતા હોય છે. ડોક્ટર ઉપરથી લોકોનો વિશ્વાસ જ ઉઠી જાય તેવો જ એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરતના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર પ્રફુલ દોષી વિરૂદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરવામાં આવી છે. પ્રફુલ દોષીના ક્લીનિક પર આવેલી નિ:સંતાન મહિલાને તેના ચેમ્બરમાં બોલાવી અને તેના પર બળાત્કાર કર્યો હતો. મહત્વનું છે, કે સુરત શહેરમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ ક્લિનીક મી એન્ડ મમ્મી હોસ્પીટલમાં ડોક્ટરે નિ:સ્તાન મહિલાને પહેલા તો તેના ચેમ્બરમાં બોલાવી અને તેને ઇન્જેક્શન આપી મહિલા પર બળાત્કાર કર્યો હતો. પોલીસે ડોક્ટર પ્રફુલ દોષી વિરૂદ્ધમાં કલમ 376 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પીડિત મહિલાને તબીબ તપાસ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.