અતુલ તિવારી/અમદાવાદ : રાજસ્થાનની એસટી બસનો ડ્રાઈવર દારૂના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી ગઇ છે. ભવરસિંઘ શેખાવત નામના ડ્રાઈવરને દારૂના જથ્થા સાથે પાલડી પોલીસે ઝડપી પાડ્યો હતો. મળેલી બાતમીના આધારે કાલે રાત્રે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ એસટી બસની તપાસ કરતા ડ્રાઈવર પોતે દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે. રાજસ્થાનના જોધપુરથી અમદાવાદ રૂટની બસમાં દારૂની હેરાફેરી થતી હતી. મુસાફરોની સાથે જોધપુરથી અમદાવાદમાં દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોળી સમાજના બે દિગ્ગજ નેતા કુંવરજી બાવાળીયા પરસોત્તમ સોલંકી પણ કોંગ્રેસમાં જોડાશે? જુઓ પાક્કી ખબર


એસટીનો બસ ડ્રાઈવર ભવરસિંઘ શેખાવત, પોતાની સીટ નીચે મૂકી દારૂની હેરાફેરી કરતો હોવાની ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અલગ અલગ ભારતીય બનાવટની 52 જેટલી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પાલડી પોલીસે કબ્જે કર્યો છે. રાજસ્થાન પરિવહન નિગમ માટે કોન્ટ્રાક્ટ પર રહેલી વોલ્વો બસ ચલાવતો હતો ડ્રાઇવર. છેલ્લા 1 મહિનામાં આશરે 10 વખત દારૂની હેરાફેરી કરી ચુક્યો હોવાની કબુલાત પણ તેણે આપી છે. જો કે પોલીસ હજી આ દારૂ કોને પુરો પાડતો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 


આંગણવાડી વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, 8 હજાર રૂપિયામાં 18 કલાક કામ કરાવે છે સરકાર


એસટી બસના ડ્રાઈવરને એક દારૂના થેલા દીઠ બે હજાર રૂપિયા બુટલેગર દ્વારા ચુકવવામાં આવતા હતા. અમદાવાદમાં રહેતા અને રાજસ્થાનના જોધપુરમાં દારૂની દુકાન ધરાવતા કિરણ મેવાડા દારૂની હેરાફેરી કરાવતો હતો. અમદાવાદમાં દારૂ પહોંચ્યા બાદ કિરણ મેવાડા પોતે તમામ જથ્થો રિસીવ કરતો હતો. અમદાવાદમાં દારૂનો જથ્થો મંગવાનાર કિરણ મેવાડા જો કે ઘટના બાદ ફરાર થઇ ચુક્યો છે. પોલીસે કિરણ મેવાડાની શોધખોળ શરૂ કરી છે. દારૂની હેરાફેરી કરનાર ભવરસિંઘ શેખાવતને પાલડી પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પાલડી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube