ખાનગી શાળાઓની ફી મુદ્દે દાદાગીરી અંગે શિક્ષણમંત્રીનું સૌથી મોટું નિવેદન, હવે ખેર નથી
રાજ્યના શિક્ષણમંત્રીએ આગામી દિવસોમાં ફી વધારે બાબતે નિર્ણય લેવાશે. જયારે પ્રાથમિક શાળા ખોલવા બાબતે પણ 3 દિવસમાં કોર કમિટીમાં નિર્ણય લેવાશે. રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં શહેરી જનસુખાકારી દિવસ તથા નોંધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયાં હતા.
જયેશ દોશી/રાજપીપળા : રાજ્યના શિક્ષણમંત્રીએ આગામી દિવસોમાં ફી વધારે બાબતે નિર્ણય લેવાશે. જયારે પ્રાથમિક શાળા ખોલવા બાબતે પણ 3 દિવસમાં કોર કમિટીમાં નિર્ણય લેવાશે. રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં શહેરી જનસુખાકારી દિવસ તથા નોંધારાનો આધાર પ્રોજેક્ટ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ વિતરણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહયાં હતા.
Teen India Competition: સુરતી ગર્લે દેશમાં વગાડ્યો ડંકો, 16 વર્ષની શ્રદ્ધા પટેલે જીત્યો ક્રાઉન
રાજ્યમાં વિવિધ ભરતીઓ કરવા બાબતે મંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, આ અંગે યોગ્ય સમયે નિર્ણય કરતાં રહીએ છીએ. રાજ્ય સરકાર જરૂરીયાત મુજબ તબક્કાવાર ભરતી પ્રક્રિયા કરે છે. બે માસ પહેલા જ ઉચ્ચતર માધ્યમિકમાં પારદર્શકતા મુજબ ઓનલાઇન અરજી દ્વારા જે ઉમેદવાર મેરીટમાં આવે તેવા 1938 ઓર્ડર આપ્યા છે. રોજગારી દિવસે 2736 ઉમેદવારોને બીજા ઓર્ડર પણ આપ્યા છે. ક્રમ અનુસાર ભરતી થતી રહેશે.
રાજ્યમાં પ્રાથમીક શાળા કયારે શરૂ થશેના સવાલમા મંત્રીએ જણાવ્યું કે, આ બહુ જ ચિંતાનો વિષય છે. બાળકોના સ્વસ્થ્યની ચિંતા છે. કોરોના બાદ પહેલા કોલજ ત્યાર બાદ ક્રમ અનુસાર 12 પછી 9,10 અને 11 ની સ્કૂલો શરૂ કરી છે. હવે પ્રાથમિક સ્કૂલ શરૂ કરવા બાબતે આગામી બે કે ત્રણ દિવસમાં કોર કમિટીની બેઠક મળશે. જેમાં કોર કમિટી દ્વારા યોગ્ય નિર્ણય કરાશે. હાલ રાજ્યની કેટલીક શાળાઓ ફી વધારે લઈ રહી છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, યોગ્ય સમયે નિર્ણય કરતાં રહીયે છીએ. સંવેદનશીલ રીતે નિર્ણયો કરતા પણ રહીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube