ચેતન પટેલ/સુરત : રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી આજે સુરતની મુલાકાતે હતા. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ઉદ્યોગ એક્ઝિબિશનમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જ્યાં શાહીનબાગમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અંગે સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં લોકો હેરાન અને પરેશાન છે. આટલી હદે ટ્રાફિક જામ થઈ ગયું છે. આવા લોકોને દિલ્હીમાં આવેલા તુગલકાબાદના મેદાનમાં એક તંબુ બનાવી આવા લોકોને બંધ કરી દેવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયરિંગ કરીને 9.51 લાખની ચકચારી લૂંટ કેસમાં UP/MPનાં 4 આરોપીઓ ઝડપાયા


જેમાંથી જે લોકો ઇચ્છતા હોય ઘર જવા માટે તેઓ ચાલી જાય અને જે લોકો રહેવા માંગતા હોય તે રહે. અમારો દેશ અતૂટ છે. જે લોકો દેશના ભાગલા પાડવાની વાત કરે તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી જોઈએ. સાથે તેઓએ JNU છાત્ર શરજીલ ઇમામ દ્વારા કરવામાં આવેલી આસામને ભારતથી અલગ કરી દેવાનો નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. સ્વામીએ જણાવ્યું હતું કે, આ દેશ કોઈ તોડી શકતું નથી. મને કોઈ આશ્ચર્ય નથી કે JNU વાળા કરી રહ્યા છે. જે વિદેશી તાકાતો કરાવી રહી છે. JNUનો વિચાર નથી આ વિદેશી તાકાતો દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જે પહેલાથી તેઓનું લક્ષ્ય છે.કોઈપણ કલમ CAA કાયદામાં નથી જેનાથી કોઈને આપત્તિ થઈ શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube