શિપિંગ રિસાયકલિંગ બિલથી ન માત્ર ગુજરાત સમગ્ર દેશને ફાયદો થશે: માંડવીયા
શિપિંગ રિસાયકલ બિલ 2019 લોકસભા અને રાજ્યસભા બન્ને સદનો પાસ થયા બાદ શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા એ zee 24 kalak સાથેની વાતચીતમાં જણાવ્યું કે રિસાયકલ બિલથી ભાવનગર અલગ શિપિંગ યાર્ડનો વિકાસ થશે. ગુજરાત રાજ્યની સાથે દેશ નો વિકાસ થશે. અલગ શિપિંગ યાર્ડમાં રોજગારીની તક પણ ઉભી થશે. તો સાથે જ તેમણે જણાવ્યું કે ભારત દેશ આજે રીસાઈકલીંગ ઉદ્યોગમાં અગ્રેસર છે. દુનિયાભરમાં પથરાયેલા રીસાઈકલીંગ ઉદ્યોગમાં ભારત દેશના રીસાઈકલીંગ ઉદ્યોગના 30 ટકા સીધો ફાળો છે.
હિતેન વિઠલાણી/ભાવનગર : શિપિંગ રિસાયકલ બિલ 2019 લોકસભા અને રાજ્યસભા બન્ને સદનો પાસ થયા બાદ શિપિંગ મંત્રી મનસુખ માંડવીયા એ zee 24 kalak સાથેની વાતચીતમાં જણાવ્યું કે રિસાયકલ બિલથી ભાવનગર અલગ શિપિંગ યાર્ડનો વિકાસ થશે. ગુજરાત રાજ્યની સાથે દેશ નો વિકાસ થશે. અલગ શિપિંગ યાર્ડમાં રોજગારીની તક પણ ઉભી થશે. તો સાથે જ તેમણે જણાવ્યું કે ભારત દેશ આજે રીસાઈકલીંગ ઉદ્યોગમાં અગ્રેસર છે. દુનિયાભરમાં પથરાયેલા રીસાઈકલીંગ ઉદ્યોગમાં ભારત દેશના રીસાઈકલીંગ ઉદ્યોગના 30 ટકા સીધો ફાળો છે.
દ્વારકામાં જહાજની અડફેટે બોટની જળસમાધી, 7 માછીમારો ગુમ થતા શોધખોળ ચાલુ
શીપ રીસાઈકલીંગ બીલ વિશ્વના અનેક જહાજોને ભારતના શીપયાર્ડમાં રીસાઈકલીંગ પ્રક્રિયા માટે પ્રવેશવાના દરવાજા ખોલી આપશે. શીપ રીસાઈકલીંગ દરિયાઈ ક્ષેત્રના બિઝનેસમાં વધારો કરશે. નોકરીની નવી તકો ઉભી કરશે, પરિણામ સ્વરૂપ ભારતનું સ્થાન રીસાઈકલીંગ ઉદ્યોગમાં મજબુત થશે. ગુજરાતના અલંગ, મુંબઈ પોર્ટ, કોલકતા પોર્ટ અને કેરલાના અઝીકક્લ જેવા શીપ રીસાઈકલીંગ યાર્ડની ગુણવત્તામાં અને વિશ્વસનીયતામાં વધારો થશે.
AMC કમિશ્નરઅને કોર્પોરેટર વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો !
વડોદરા પોલીસનું ફિલ્મી પગલું: નવલખી દુષ્કર્મના આરોપીના 8 દિવસના રિમાન્ડ
દેશમાં ઉપયોગી એવા સ્ટીલના કુલ જથ્થામાં 10% જેટલું સેકન્ડરી સ્ટીલ રીસાઈકલીંગ પ્રક્રિયાથી પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા પણ સંપૂર્ણરીતે ઈકોફ્રેન્ડલી છે. આંતરારાષ્ટ્રીય સ્તેર શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ગણમાન્ય થશે અને ઓથોરીટીવાળા યોગ્ય યાર્ડમાં શીપ રીસાઈકલીંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે. દેશની વ્યાપાર પ્રવૃત્તિઓમાં વિકાસ થશે અને એના થકી દેશની GDP નો ગ્રોથ થશે. અને શિપિંગ યાર્ડ માં કામ કરતા મજૂરોની સુરક્ષામાં પણ વધારો થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube