સુરત: સમગ્ર દેશમાં સુરતમાં પાલિકા દ્વારા પાણી અને ગટરની અનોખી સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. પાણી અને ગટરલાઇનનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ પાણી અને ગટરની સુવિધા શરૂ કરાશે. જેનો પાયલોટ પ્રોજેક્ટ શહેરના અઠવાલાઇન્સ, ભટાર, પાનસ, ઉમરા, સિટીલાઇટ, પીપલોદ વિસ્તારમાં બનશે. જો આ વિસ્તારોમાં આ યોજના સફળ થશે તો તેને અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે. ખર્ચમાંથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્પોરેશન પાણી અને ગટરની યોજનાઓનું નેટવર્ક તૈયાર કરીને લોકોને સુવિધા પૂરી પાડે છે. કોર્પોરેશને આ તમામ કામગીરી ચાલુ રાખવા અને તેની જાળવણી પાછળ તોતિંગ ખર્ચ કરવો પડે છે. આ સ્થિતિમાં કોર્પોરેશનને આ ખર્ચમાંથી બચાવવા માટે ખાનગીકરણનો નિર્ણય લેવાયો છે. યોજના હેઠળ ખાનગી એજન્સી પાણી અને ગટરની સુવિધા જાળવવા માટે સંપૂર્ણ જવાબદારી નિભાવશે. હાલમાં, આ સંદર્ભે તૈયારીઓ શર છે અને ટુંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ મુકાશે. 


એજન્સીઓ પાસેથી દસ કે પંદર વર્ષ માટે ટેન્ડરો મંગાવવામાં આ યોજના હેઠળ કોર્પોરેશનને કેન્દ્ર સરકાર પાસેથી અનુદાન પણ મળી શકે છે. હાલમાં પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને પીપીપી મોડલ હેઠળ પાણી અને ગટરની સુવિધાની કામગીરી અને જાળવણીની કામગીરી કરવા એજન્સીઓ પાસેથી દસ કે પંદર વર્ષ માટે ટેન્ડરો મંગાવવામાં આવશે.