સુરત : વિશ્વ માટે ગ્લોબલ વોર્મિંગ એ મોટી સમસ્યા છે. પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય તે માટે ફ્રાન્સનાં પર્યાવરણ મહિલા પ્રધાન બાર્બરા પોમપિલી આજે સુરતની મુલાકાતે હતા. તેઓએ સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. ખાસ કરીને ઇ રિક્ષા સાથે ઇ બસ અંગેની જાણકારી મેળવી હતી. પોતે ઇ રીક્ષા ચલાવી તેઓએ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. પાલિકાના વિવિધ પ્રોજેક્ટ અને જે તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં પ્રાંત અને સુરત ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવી સમસ્યા સામને મળીને લડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 298 કેસ 406 દર્દી રિકવર થયા, 1 દર્દીનું મોત


ફ્રાન્સનાં પર્યાવરણ મહિલા પ્રધાન બાર્બરા પોમપિલી આજે પોતાના 15 પ્રતિનિધિઓ સાથે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પાલીકાની મુખ્ય કચેરીનેની મુલાકાત લીધી હતી. જ્યાં મહિલાઓની પિંક રીક્ષા જોઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. સાથે જ અડાજણ ખાતે આવેલા આઈ ટી એમ એસ ની મુલાકાત લીધી હતી. સુરતમાં પ્રખ્યાત બાયોડાઈવર્સિટીની મુલાકાતથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેઓ સુરતના ઇતિહાસ ધારોહર તેવા કિલ્લા પહોંચ્યા હતા. પાલિકા કમિશનર બંછા નિધી પાની અને અધિકારીઓએ તેમને પાલિકાના વિવિધ પ્રોજેક્ટો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.


AHMEDABAD ની શાળાએ વાલીઓને લૂંટી લૂંટી એકત્ર કરેલી લાખોની રકમ ક્લાર્ક લઇને રફૂચક્કર


આ પ્રેઝન્ટેશનથી પર્યાવરણ પ્રધાન અને તેમના પ્રતિનિધિ મંડળ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને સુરત સાથે પર્યાવરણ લક્ષી કાર્ય કરવાની ઇચ્છા જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે સુરતના તમામ પ્રોજેક્ટોને ધ્યાનથી જોયા છે. જે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ પડકારરૂપ છે. અહીં ખૂબ જ સરસ કોન્સેપ્ટ પાલિકા દ્વારા વિભનન પ્રોજેક્ટના માધ્યમથી મૂકવામાં આવ્યા છે. જે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને લડત આપવામાં આપવા માટે ખૂબ જ ઉપયોગી છે. આગામી દિવસોમાં બંને સાથે મળીને કામ કરીશું ખાસ કરીને પર્યાવરણ અને ટ્રાન્સપોર્ટેશન માટે ફ્રાન્સની અનેક કંપનીઓ આગળ આવશે. આ પ્રકારની સુવિધાઓ મારા પોતાના દેશમાં જોવા માંગું છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube