અમદાવાદ : સમગ્ર રાજ્યમાં યોજાયેલી આજે બિન સચિવાલયની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ થઇ ચુકી છે. પેપર પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. પેપર પ્રમાણમાં ખુબ જ સરળ રહ્યું હતું. આ ઉપરાંત પેપર પ્રાથમિક રીતે ફુલપ્રુફ રીતે પુર્ણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. પેપરલિક ન થાય તે માટે મોટા શહેરોમાં જ સેન્ટર ફાળવવામાં આવ્યા હોવાના કારણે બસ સ્ટેશનો પર તો જાણે મેળો જામ્યો હતો. વિદ્યાર્થીઓ એટલા મોટા પ્રમાણમાં ઉમટ્યાં હતા કે પગ મુકવાની પણ જગ્યા નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદ વગર પૂર્ણ થઈ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, 4 લાખ ઉમેદવારો નોંધાયા


અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઉપરાંત મોટા ગણી શકાય તેવા શહેરોમાં જ સેન્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. આ સેન્ટર્સમાં પણ જે શાળાઓમાં સીસીટીવી હોય તેવી શાળાઓને જ સેન્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પરીક્ષાને ફુલ પ્રુફ બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ જે સુચનો કરવામાં આવ્યા તે મંડળે સ્વિકાર્યા અને તે પૈકીનાં મોટા ભાગના સુચનોનો અમલ પણ કર્યો હતો. જેના કારણે આ તબક્કે પરીક્ષા ફુલપ્રુફ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


નરેશ પટેલ હજી મગનું નામ મરી નથી પાડતા, દિલ્હીથી આવીને કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે ગુપ્ત બેઠક કરી


અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા હોવા છતા પણ યોગ્ય આયોજન નહી કરી શકવાનાં કારણે એસટી વિભાગ વિરુદ્ધ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તમામ મોટા સેન્ટર્સ પર ખુબ જ ભીડ જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાંથી ઉમટી પડેલા વિદ્યાર્થીઓને ભારે ગરમીમાં રઝળવાનો વારો આવ્યો હતો. બસ સ્ટેન્ડમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી. સામાન્ય મુસાફરો તો જાણે કૌંસમાં જ ધકેલાય ગયા હતા. તમામ લોકોએઆવી ગરમીમાં પણ ભારે તકલીફો વેઠવી પડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube