અલ્પેશ સુથાર/મહીસાગર : જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ખુલ્લામાં ફરતા કોરોના દર્દીઓ પોલીસની હાથે ઝડપાતા ચકચાર. મહીસાગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે લુણાવાડા ખાતે આવેલ સરકારી જનરલ હોસ્પિટલમાં માત્રને માત્ર 50 બેડ કોવિડ 19 નું આઇસોલેસન વોર્ડ હોવાથી મોટા ભાગના દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટેડ કરવામાં આવી રહ્યા છે. જો કે આવા કોરોના પોઝીટીવ દર્દીઓ લુણાવાડા નગરમાં ખુલ્લા ફરી રહ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં લોકડાઉન, રોજનું 5 કરોડનું નુકસાન


અન્ય લોકોને કોરોનાનો ચેપ લગાડીને સંક્રમિત કરી રહ્યા છે, આવું છેલ્લા કેટલાય દિવસથી ચાલતા કોરોનાના દર્દીઓમાં સતત વધારો નોંધાઇ રહયો છે. ત્યારે લુણાવાડા પોલીસને કોરોના દર્દીઓ બહાર ખુલ્લામાં ફરી રહ્યા હોવાની બાતમીના આધારે લુણાવાડાના નગરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા હોમાઇસોલેટેડ લોકોની તપાસ હાથ ધરી હતી. જેમાં ગણેશ સોસાયટીમાં રહેતા મયુરસિંહ હિમ્મતસિંહ સોલંકી કોરોના પોઝીટીવ હોવા છતાં પણ તે ઘરે હાજર ન હતા. અને ખુલ્લામાં ફરી રહ્યા હતા. જેથી લુણાવાડા પોલીસે મયુરસિંહ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


જ્યાં બધાએ પીછેહઠ કરી, ત્યાં સેંકડો કોરોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી ચૂક્યા છે ભાવનગરના બે કિરીટભાઈ અને આરીફભાઈ


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોરોના સામે લડી રહ્યું છે તેમાં ફ્રંટલાઇન વોરિયરથી માંડીને પોલીસની કામગીરી સરાહનીય છે. જેના કારણે સ્થિતી ખુબ જ સારી રીતે ઉકેલી શકાય તે માટે તમામ લોકો મહેનત કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકોની બેકાળજીનાં કારણે ચેપ વધારે ફેલાય તેવી શક્યતા છે. જેને તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube