સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી ગઇ છે. પરિવાર માટે ઉતરાયણ કપરી બની હતી. બહેનપણીઓ સાથે ફરવા જવાની પરિવારે મનાઇ કરતા તરૂણીએ અંતિમ પગલું ભર્યું હતું. પરિવાર બપોરનું ભોજન લીધા બાદ ઘર બહાર બેસવા માટે ગયા હતા. દીકરીએ 10 મિનિટ જેટલા સમયમાં જ આપઘાત કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે મૃતય તરૂણીના પિતા રૂપેશ કુશવાહાએ કહ્યું કે, દિકરી ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. આજે પોતાની બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ્દ કરીને બેઠી હતી. જો કે તહેવાર હોવાથી ઘરે રહેવા અને બીજી તરફ કોરોનાના કેસો પણ વધારે હોવાથી અમે જવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે તે થોડા સમય માટે સુનમુન થઇ ગઇ હતી. ત્યાર બાદ સાથે જમીને અમે બહાર બેસવા માટે ગયા હતા. 


જો કે તેણે આવવાનો ઇન્કાર કર્યો હતો. અમે રિસાઇ ગઇ છે તેમ માનીને ઘરની બહાર બેઠા હતા. જો કે 10 મિનિટમાં ઘરમાં બુમાબુમ થતા અમે ઘરમાં દોડી ગયા હતા. તો મારી વ્હાલી દીકરીનો મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. તત્કાલ અમે તેને નીચે ઉતારીને સારવાર માટે લઇ ગયા હતા. જોકે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. અમારા પર તો તહેવાર ટાણે જ આભ ફાટી પડ્યું છે.