ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના રામોલમાં ફિલ્મી સ્ટોરી જેવી ઘટના સામે આવે છે. રામોલ વિસ્તારનો હિસ્ટ્રીશીટરને પોલીસ સ્ટેશનમાંથી ભગાવી જવા માટે પરિવારે પ્રયાસ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલાની પડખે છે આ રાજવી પરિવાર! કહ્યું; રજવાડાનાં સમયમાં અક્કડ વલણ અપનાવ્યું હોત તો


અમદાવાદના રામોલમાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે પોલીસની ચાલતી પાસાની હુકમની બજવણી ન થવા દેવા માટે પરિવારજનોએ પોલીસ સ્ટેશન માથે લીધું હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસની કેદમાંથી આરોપીને ભગાવી જવાનો પ્રયાસ કર્યો તેમજ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી કામગીરીમાં રૂકાવટ કરી હતી. જે મામલે સાત લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે 10 અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રામોલ પોલીસે ગુનામાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. 


પરશોત્તમ રૂપાલાને આ ભૂલ ભારે પડી! કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ, જાણો કોણે કરી?


રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી ગુનામાં સામેલ જીતુ પરમાર, પરેશ પરમાર, પાર્થ પરમાર અને જીગર પરમાર નામના આરોપીઓ સામે રામોલ પોલીસે પાસા બજવણીની કામગીરી કરી રહી હતી. જે દરમિયાન આરોપીઓના પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરજ પર હાજર પોલીસ જવાન સાથે બોલાચાલી ઝઘડો કરી આરોપી ઓને પોલીસ સ્ટેશનમાંથી પાસા કરવામાં ન આવે તે પ્રકાર નો પ્રયાસ કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. બુધવારે રાત્રે સવા 9 વાગે આસપાસ ધ્રુમિલ પરમાર, પ્રદીપ પરમાર, નયન પરમાર, કિરીટ પરમાર, મયુર પરમાર અને અમિત પરમાર તેમજ અન્ય મહિલા ઓ પોલીસ મથકે પહોંચી હતી. ગેરકાયદેસર મંડળી રચી પોલીસની કેદમાંથી આરોપીઓને ભગાડી જવા નો પ્રયાસ કરવા માં આવ્યો હતો. 


'આ લોકો મારા પોસ્ટરો લગાડે છે અને AAP વાળા ફાડે છે, આ ફાડવાવાળાના ફાટી જવાના છે કપડા


પોલીસ સ્ટેશન માં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતા આ સમગ્ર મામલે રામોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનામાં સામેલ ધ્રુમિલ પરમાર અને પ્રદીપ પરમારની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપી ઓને પકડવા ની તજવીજ શરૂ કરી છે.


'લોભિયો હોય ત્યાં ધૂતારા ભૂખે ન મળે', ઊંચું વળતરના ચક્કરમાં અનેક રોયા, 7 કરોડથી વધુ..