આ પાક પકવતા ગુજરાતના ખેડૂતોની હાલત કથળી! માર્કેટ યાર્ડનું વેકેશન ખુલતા ભાવ સાંભળી ભાંગી પડ્યા
પાટણ જિલ્લાના ખેડૂતોએ સારી ઉપજની આશાઓ સાથે એરંડાના પાકની મોટી વાવણી કરી અને તેની પાછળ મોટા ખર્ચાઓ પણ કર્યા પણ સમય જતા કમોસમી માવઠું, ભારે વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું.
પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લાના ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોટા ખર્ચાઓ કરી એરંડાના પાકની વાવણી કરી ત્યારબાદ ભારે વરસાદ અને વાવાઝોડામાં નુકશાની વેઠી જે પાક બચ્યો તેના સારા ભાવ મળશે, તેવી આશાઓ સાથે પાટણ માર્કેટ યાર્ડમાં એરંડાની જણસના ઢગે ઢગ ખડકી દીધા પણ હરાજીમાં પોષણ ક્ષમ ભાવ ના મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છૅ.
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર જાતિ પરિવર્તનના સર્ટિફિકેટનો પ્રથમ કિસ્સો, તંત્ર મૂંઝવણ
પાટણ જિલ્લાના ખેડૂતોએ સારી ઉપજની આશાઓ સાથે એરંડાના પાકની મોટી વાવણી કરી અને તેની પાછળ મોટા ખર્ચાઓ પણ કર્યા પણ સમય જતા કમોસમી માવઠું, ભારે વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું. પાકમાં મોટી નુકસાની સહન કરવી પડી પણ ત્યારબાદ જે પાક ઉપજ થશે તેના સારા ભાવ મળશે તેવી આશ રાખી બચેલા પાકનો ઉછેર કર્યો.
આ મંદિર 17 વખત લૂંટાયું એટલીવાર ફરી બન્યું ભવ્યાતિભવ્ય, ગણાય છે ગુજરાતનું કરોડપતિ
પાક તૈયાર થતા દિવાળી સમયે પાટણ માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે મુકતા જેના હરાજીમાં 20 કિલોના રૂપિયા 1100 થી 1150 ના પડ્યા, જેને લઇ ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. પણ અગામી સમયનું વાવેતર કરવાનું હોઈ ખેડૂતો માલ વેચાણ કરવા મજબુર બન્યા છે. ત્યારે દિવાળી બાદ માર્કેટ યાર્ડનું વેકેશન ખુલતા એરંડાના માલની આવક માર્કેટ યાર્ડમાં શરૂ થઇ. જેના આજના ભાવ 20 કિલોના રૂપિયા 1180 થી 1207 સુધી ના પડ્યા.
IND vs SA: 10 ડિસેમ્બરમાં શરૂ થશે ભારતનો આફ્રિકા પ્રવાસ જાણો તમામ 8 મેચનો કાર્યક્રમ
જે અગાઉના ભાવ કરતા માત્ર રૂપિયા 50નો આંશિક વધારો છૅ, પણ તે ભાવ પણ ખેડૂતોને પાલવે તેમ નથી. ખેડ, ખાતર, બિયારણ અને કાળી મજૂરી સામે જે હાલના ભાવ છૅ. તેની સામે ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છૅ અને પાક પાછળ કરેલા ખર્ચા પણ નીકળે તેમ ના હોઈ ખેડૂતોની હાલત દયનિય બનવા પામી છૅ.