ગાંધીનગર : સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંન્નિધ્યમાં ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સરદાર સાહેબને પુષ્પાજલી અર્પી એકતા પરેડમા પણ ભાગ લેશે. દેશભરના તમામ રાજયોની પોલીસની એકતા પરેડ યોજાશે. આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર 23 પોલીસ અધિકારીઓ ઉજવણીમાં ભાગ લેશે અને તેમને સન્માનિત પણ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: જીજાજી એકલા સુઇ રહ્યા હતા ત્યારે સાળીએ તેમને સ્વર્ગની સફર કરાવી પણ પછી...


લોહ પુરુષ સરદાર વલ્લભ પટેલની જન્મજયંતીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં કેવડિયામાં આવતીકાલ ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરાશે. રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ કરવા અખંડ ભારતના શિલ્પીની જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો આરંભ કરાવ્યો છે. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ સરદાર સાહેબને પુષ્પાજલી અર્પી એકતા પરેડમા સહભાગી બનીને સલામી ઝીલશે. 


AHMEDABD: ગુમ થયેલા બાળકો પૈકી મોટા ભાગનાએ લવ મેરેજ કર્યા, પોલીસ ચોંપડામાં ચોંકાવનારા ખુલાસા


આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં  6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળો ના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લેશે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લેશે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લેશે. 


કચ્છમાં દલિત પરિવાર સાથે બની અજુગતી ઘટના, રાજ્ય સરકારે તત્કાલ 21 લાખની સહાય જાહેર કરી


દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી છે તેઓ પણ આ એકતા પરેડમા સહભાગી થશે. રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાશે અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જોડનાનું નિદર્શન પણ યોજાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની 36 ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લેશે. ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube