ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લા ખાતે પ્રથમ મોબાઈલ ટીબી સ્ક્રીનિગ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબૂદ કરવા માટે આ યુનિટની શરૂઆત કરવામાં આવી છે. સાથે વલસાડ જિલ્લાના અંતળિયાર વિસ્તારના લોકો જે શહેરમાં ટીબીના રોગની તપાસ કરાવવા આવી શકતા નથી તેવા લોકો માટે આશીર્વાદ રૂપ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલ ટીબી સ્ક્રીનિંગ યુનિટને શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાંથી ટીબી નાબુદ કરવા માટે મોબાઈલ ટીબી સ્ક્રીનિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યમાં કચ્છ અને બનાસકાંઠા બાદ વલસાડ જિલ્લામાં પ્રથમ મોબાઇલ ટીબી સ્ક્રીનિંગ યુનિટનું લોકપર્ણ વલસાડ જિલ્લા કલેક્ટર દ્રારા કરવામાં આવ્યું હતું. 2025 સુધી વલસાડ જિલ્લામાંથી ટીબી નાબૂદ કરવાના સંકલ્પ સાથે આજરોજ વલસાડ ખાતે થઈ મોબાઈલ ટીબી સ્ક્રીનિંગ યુનિટને શરૂ કરવામાં આવ્યું. 


1 મિનિટના અંદર TBનો રોગ કેટલો ગંભીર તે દર્શાવશે
અંતળિયાર વિસ્તારમાં પહોંચી શકે અને ટીબીના દર્દીઓને સ્થળ પર જ 1 મિનિટના અંદર ટીબીનો રોગ કેટલો ગંભીર છે. એ બતાવી તાત્કાલિક રિપોર્ટ આપી દર્દીઓની સારવાર શરૂ કરવામાં મદદ રૂપ બનશે. ખાસ કરીને વલસાડ જિલ્લાના આદિવાસીમાં રહેતા લોકો માટે આ યુનિટ આશીર્વાદ રૂપ બનશે. આદિવાસીના લોકો માટે શહેરમાં ટીબીના રોગની તપાસ કરાવવા માટે આવ્યું ખૂબ મુશ્કેલ બનતું હોય છે.


તમામ દર્દીઓની ચકાસણી કરી 2025 સુધી પૂર્ણ કરશે
આ યુનિટની મદદ થી તેઓના ઘર આંગણે જ ટીબી ની તપાસ કરવામાં આવશે તાત્કાલિક સ્થળ ઉપર રિપોર્ટ મેળવી ટીબીના રોગની સારવાર કરવામાં આવશે. જેના કારણે ટીબીના દર્દીઓનો સમય બચશે અને તાત્કાલિક સારવાર મળી રહેશે. મોબાઈલ ટીબી યુનિટ સમગ્ર વલસાડ જિલ્લામાં ફરશે અને તમામ દર્દીઓની ચકાસણી કરી 2025 સુધી પૂર્ણ કરશે.