મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના નરોડાના ગેલેક્ષી ગ્રુપના બિલ્ડર વિરુદ્ધ કરોડોની છેતરપિંડીની ફરિયાદ છે. નરોડા પાસેના મુઠીયા ગામની જમીન 47 કરોડ મા ખરીદવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી હતી. વારંવાર રજૂઆતો થી કઁટાળીને અંતે ખેડૂતે ઈચ્છા મૃત્યુ ની માંગ કરી છે. પોલીસ ની ઢીલી નીતિના કારણે છ વર્ષ ની લડતબાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યુવતી ગરીબ બાળકો માટે કરશે સતત 24 કલાક સુધી પેઇન્ટિંગ કરી બનાવશે રેકોર્ડ
અમદાવાદના નરોડા પાસે આવેલા 22 વીઘા જમીનનો સોદો થયો હતો. વર્ષ 2008 માં 22 વિધા જમીન સામે 47 કરોડના વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા. નરોડાનો પ્રખ્યાત બિલ્ડર ગેલેક્સી ગ્રુપે આ જમીન ખરીદી અને વેચાણ બાદ 17.24 કરોડ જેટલા ટુકડે ટુકડે ખેડૂતને આપ્યા બાદમાં અચાનક જ બિલ્ડરની દાનત બગડી અને શરૂ કર્યો લાલચમાં જમીન પડાવવાનો ખેલ. ગેલેક્સી બિલ્ડર ના ઉદય ભટ્ટ અને તેના મળતિયાઓએ ખેડૂતને બિલ્ડર બનવાયો અને કોરા ચેક લઈને છેતરપીંડી આચરી હતી. છ વર્ષ સુધી વિવિધ જગ્યાઓએ રજૂઆત કરવાથી કઁટાળીને અંતે ખેડૂતે ઈચ્છામૃત્યુ ની માંગ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી.


બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી
રામજીભાઈની ઈચ્છામૃત્યુ ની અરજી આવતા જ મુખ્યમંત્રીએ પોલીસ ને ત્વરિત કાર્યવાહી કરવા નો આદેશ કર્યો હતો. સીએમ ઓફિસથી આદેશ થતા જ પોલીસે ત્વરિત ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટ,નિલેશ ભટ્ટ અને હેમલ ભટ્ટ સામે છેતરપીંડી ની ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ પોલિસે ઈચ્છામૃત્યુ ની અરજી ને નકારી છે અને અરજીના આધારે ફરિયાદ દાખલ કરી હોવાની વાત કહી રહી છે. નોંધનીય છે કે જે જગ્યાની ફરિયાદ થઈ છે તે જગ્યા પર બિલ્ડીંગો પણ ઉભા થઈ ગયા છે. ત્યારે ફરિયાદીને ન્યાય પોલીસ કંઈ રીતે અપાવશે તે જોવુ રહ્યુ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube