વધતા કોરોના સંક્રમણ વચ્ચે જલારામ બાપાનાં દ્વાર ફરી એકવાર ભક્તો માટે થયા બંધ
સૌરાષ્ટનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના દ્વાર આજથી ફરી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મંદિરે આવતા દર્શનાર્થીમાં કોરોના સક્ર્મણ અટકાવી શકાય. જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિરના દ્વાર પણ આજથી બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ : સૌરાષ્ટનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના દ્વાર આજથી ફરી ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસને લઈને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મંદિરે આવતા દર્શનાર્થીમાં કોરોના સક્ર્મણ અટકાવી શકાય. જેને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિરના દ્વાર પણ આજથી બંધ કરી દેવામાં આવ્યા છે.
યાત્રાધામ વીરપુર જલારામ મંદિરમાં દરરોજ હજારો બાપાના ભક્તો દર્શન કરવા આવતા હોઈ બાપાના ભક્તોમાં કોરોના સક્ર્મણનો ફેલાઈ તે માટે મંદિરના ગાદી પતિ રઘુરામ બાપા દ્વારા બાપાના ભક્તોને ઘરે રહીને જ બાપાની ભક્તિ તેમજ દર્શન કરવા અપીલ કરવામાં આવી અને આજથી ફરી મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે.
સાથો સાથ 239 દિવસ બાદ શરૂ થયેલ અન્નક્ષેત્ર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આજે બાપાના દર્શન કરવા આવેલ ભક્તોએ બાપાના બંધ દ્વાર ઉપર માથું ઝુકાવી બાપાના આશીર્વાદ મેળવી બાપાને પ્રાર્થના કરી કે આ કોરોના રૂપી મહામારી જલ્દીથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube