અમદાવાદ : શહેરના સુભાષબ્રિજ નજીક સાબરમતી રિવરફ્રન્ડ ગાર્ડન તરફ એક યુવતીએ સાબરમતી નદીમાં પડતું મુક્યું હતું. યુવતીએ આત્મહત્યાનાં ઇરાદે કુદકો માર્યો તે જોઇને રિવરફ્રન્ડ પર હાજર સિક્યુરિટી ગાર્ડે તેને બચાવવા માટે નદીમાં પાછળ કુદકો માર્યો હતો. જો કે સિક્યુરિટી ગાર્ડને પણ તરતા નહી આવડતું હોવાનાં કારણે બંન્ને ડુબવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડની રેસક્યૂ ટીમને તત્કાલ જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બંન્નેને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પર હાજર ડોક્ટર્સ દ્વારા બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 
નદીમાં એક યુવતીએ ઝંપલાવ્યું.


હરિયાણાની પ્રખ્યાત ગાયીકા સપના ચૌધરી વિરુદ્ધ સુરતમાં નોંધાઇ ફરિયાદ
જામનગર: કોલસા ભરેલી માલગાડીમાં આગ, ફાયરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી
વધારે એક યુવતીએ ઝંપલાવ્યું
ફાયર બ્રિગેડની ટીમ બંન્નેને બહાર કાઢવાની કામગીરી કરી હતી. ત્યારે 100 મીટર દુર અન્ય એક કપલે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ફાયરની ટીમ ઘટના સ્થળ પર હાજર હોવાથી તત્કાલ બંન્નેને બચાવી લીધા હતા. બંન્નેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવતીએ પણ પણ પાણીમાં પડતું મુક્યું તેની પાછળ બીજો યુવક કુદી પડ્યો હતો. જો કે આ યુવક તેને બચાવવા માટે કુદ્યો હતો કે બંન્ને સાથે આત્મહત્યાનાં ઇરાદે કુદ્યા હતા તે અંગે હજી સુધી માહિતી મળી શકી નથી.