નર્મદા મુખ્ય કેનાલમાં યુવતીએ છલાંગ લગાવી અને પછી રમાઇ જીવ સટ્ટોસટ્ટની બાજી
રામ રાખે તેને કોણ ચાથે તે કહેવત તો તમે કદાચ સાંભળી જ હશે. આ જ કહેવત બોડેલીમાં સાચી ઠરી છે. બોડેલી નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલમાં એક કિશોરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેનો લાઇવ વીડિયો હાલ ફરતો થયો છે. કિશોરીએ કેનાલમાં કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કિશોરી કેનાલમાં ઉતરી ત્યારથી જ બાજુમાં હાજર લોકોને શંકા ગઇ હતી. જેથી તેની પાછળ જઇ રહ્યા હતા. કિશોરી જેવી પાણીમાં કુદી હતી. તેની સાથે જ ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધી હતી.
અમદાવાદ : રામ રાખે તેને કોણ ચાથે તે કહેવત તો તમે કદાચ સાંભળી જ હશે. આ જ કહેવત બોડેલીમાં સાચી ઠરી છે. બોડેલી નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલમાં એક કિશોરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેનો લાઇવ વીડિયો હાલ ફરતો થયો છે. કિશોરીએ કેનાલમાં કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કિશોરી કેનાલમાં ઉતરી ત્યારથી જ બાજુમાં હાજર લોકોને શંકા ગઇ હતી. જેથી તેની પાછળ જઇ રહ્યા હતા. કિશોરી જેવી પાણીમાં કુદી હતી. તેની સાથે જ ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધી હતી.
સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી
યુવતી જેવી પાણીમાં કુદી તે સાથે જ પાછળ રહેલા એક વ્યક્તિએ પણ પાછળ છલાંગ લગાવી હતી. તે યુવતી વધારે ઉંડે પાણીમા જાય તે પહેલા જ તેને પકડીને કિનારે ખેંચી લીધી હતી. ત્યાં હાજર અન્ય લોકોએ પણ તે યુવતીને તત્કાલ જ કિનારે ખેંચીને કિનારે લઇ લીધી હતી. કિશોરી હાલ સીમલિયા ગામની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સ્થાનિક લોકો દ્વારા કિશોરીને પોલીસને સુપ્રત કરી હતી.
અમદાવાદનું પાંજરાપોળ સર્કલ બન્યું એક્સિડન્ટ ઝોન, 20 દિવસમાં ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો
રીસાયકલિંગ ઓફ શીપિંગબીલ લાગુ થતા અલંગ વિશ્વનું સુરક્ષીત શીપબ્રેકિંગ યાર્ડ બનશે
પોલીસે પુછપરછ કરતા સીમલિયા ગામની હોવાનું પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું. પોલીસે કિશોરીને સમજાવી હતી. તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યાર બાદ યુવતીએ પોતાનાં પરિવાર વિશે માહિતી આપતા. તેનાં માતા પિતાને બોલાવીને યુવતીને સુપ્રત કરી હતી. જો કે આત્મહત્યા અંગેનું કારણ પુછતા યુવતીએ કાંઇ જ જવાનું ટાળ્યું હતું. જેથી આત્મહત્યાનું કારણ સામે આવી શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube