* રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના આવી સામે
* ઘરેથી ભાગી ગયેલ સગીરાને ઉઠાવી બે શખ્સોનું દુષ્કર્મ
* દુષ્કર્મ આચરનાર નરાધમોની પોલીસે કરી ધરપકડ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષીત પંડ્યા/રાજકોટ: શહેરમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘરેથી નારાઝ થઇ નીકળેલી સગીરા પર તેના જ મિત્રોએ દુષ્કર્મ આચાર્યાની ઘટના સામે આવી છે. જે મામલે મહિલા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ પોલીસ ગિરફતમાં રહેલ આ શખ્સો જેના નામ છે મફો ઉર્ફે પ્રીતમ ભરવાડ અને દિનેશ ઉર્ફે રવિ ભરવાડ આ શખ્સો પર આરોપ છે સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો. સમગ્ર બનાવની વાત કરીએ તો શહેરના યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી સગીરા રવિવારના રોજ પોતાના ઘરેથી નારાઝ થઇ ચાલી ગઇ હતી. બાદમાં સગીરાએ તેના મિત્રને ફોન કરી તેડવા આવવા જાણ કરી હતી.


અનામતની આગ: આદિવાસી વિકાસ સંગઠનની ST ના નવા પ્રમાણપત્રો રદ્દ કરવાની માંગ


જો કે તેનો મિત્ર કોઈ કામથી બહાર હોવાથી તેને તેમના બીજા બે મિત્રોને ફોનથી તેડવા જવા જાણ કરી હતી. આ સમય દરમીયાન બન્ને નરાધમો સગીરાને તેડવા ગયા હતા. સગીરાને રિક્ષામાં બેસાડી અલગ અલગ જગ્યા પર લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસે ગુનો નોંધી બન્ને નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસના જણાવ્યા મુજબ ભોગ બનનાર સગીરા ગત રવિવારના રોજ પોતાના ઘરેથી નારાઝ થઇ ચાલી ગઇ હતી. જો કે બાદમાં તેમના મિત્રોનો સંપર્ક કર્યો હતો. જો કે મિત્ર બહાર હોવાથી અન્ય મિત્રને જાણ કરી હતી. જે બન્નેએ સગીરા એકલી હોવાનો ફાયદો ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ભોગ બનનાર સગીરાનું નિવેદન નોંધી મેડિકલ ચેક અપ કરાવી આઇપીસી કલમ 376 (ડી) તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


શહેરમાં લૂંટારૂઓ બેફામ, પોલીસ CCTV કબ્જે કરીને 1 મહીનાથી ફીફાખાંડે છે


હાલ તો પોલીસે બન્ને નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે આ બન્ને નરાધમો ઉપરાંત સગીરાના મિત્ર રાહુલનો કોઈ દોષ છે કે કેમ તે આ બનાવમાં સામેલ હતો કે કેમ ઉપરાંત અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, મહિલાઓની સુરક્ષા માટે રાજકોટ પોલીસે ખાસ ટિમ બનાવી છે. આધુનિક યુગમાં લોક ઉપયોગી બને તેવી સુરક્ષિતા એપ્લિકેશન પણ તૈયાર કરી છે પરંતુ તેમ છતાં પણ શહેરમાં મહિલાઓ અને યુવતીઓ અસુરક્ષિત હોવાના અનેક કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube