ઉદય રંજન/અમદાવાદ: શહેરના સરખેજમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારના સભ્યોએ યુવકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. ત્યારે સરખેજ પોલીસે એક સગીર આરોપી સહિત આરોપી પિતા પુત્રની ધરપકડ કરી છે. સરખેજ પોલીસના ગીરફતમાં ઉભેલા આ બંને પિતા પુત્ર છે. જેમના નામ નરેન્દ્ર સીંગરોટિયા અને નીતિન સીંગરોટિયા છે. જેઓ પર હત્યાના કેસમાં સરખેજ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે હત્યાના કેસમાં અન્ય એક સગીર આરોપીની ધરપકડ કરી છે અને યુવતીની માતા તારા સીંગરોટિયા પોલીસ પકડથી દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો શું હતો આખી હત્યાનો બનાવ
આરોપી સીંગરોટિયા પરિવાર અને મૃતક મિલન ઠાકોરનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સરખેજના કોઠીવાળા વાસમાં સામે સામે રહે છે. મૃતક મિલન ઠાકોર અને આરોપી નરેન્દ્ર સીંગરોટિયાની પુત્રી વચ્ચે પ્રેમ હતો અને આજ પ્રેમ મિલન ઠાકોરના મોતનું કારણ બન્યું છે. સોમવારની રાત્રે મૃતક મિલન ઠાકોર ઘર બહાર ઊભો હતો ત્યારે આરોપી પરિવારે મિલન ઠાકોરને આરોપી નીતિન સીંગરોટિયા કહ્યું હતું કે 'તું મારી બહેન સાથે કેમ વાત કરે છે અને ઝગડો થતા આરોપી સીંગરોટિયા પરિવારના નરેન્દ્ર સીંગરોટિયા નીતિન સિંગોરીયા તારા સીંગરોટિયા અને એક સગીરે મિલન ઠાકોરને માર મારવાનું શરુ કર્યું હતું અને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી મિલાન ઠાકોરનું મોત ન થયું. મિલન ઠાકોરના પરિવારના લોકોને જાણ થતા ઘટના સ્થળ પર આવી ઇજાગ્રસ્ત મિલન ઠાકોરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કયો હતો. 


હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરીને કબજે કરી
આ ઘટનામાં સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું અને એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને ફરાર મહિલા આરોપીની શોધ ખોળ શરૂ કરી છે. પોલીસને મૃતક મિલાન ઠાકોરના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા પણ મળી આવ્યા છે, ત્યારે સરખેજ પોલીસને આરોપીઓના ઘરે તપાસ કરતા હત્યામાં ઉપયોગમાં લેવાયેલ છરીને કબજે કરવામાં આવી છે.