મૌલિક ધામેચા/અમદાવાદ : લગ્નજીવનમાં ભંગાણના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે પણ અહીં તો સજાતીય પતિના કારણે ઘરભંગાણ થયુ હોવાનું સામે આવ્યું છે. મૂળ સુરેન્દ્રનગરની યુવતીએ ના માત્ર પોતાના સાસરિયાવાળા પર ગંભીર આરોપ મૂક્યા છે સાથે જ પોતાનો પતિ સજાતીય હોવાનો અને સજાતીયોની દલાલી કરતો હોવાનો પણ આરોપ મૂક્યો છે અને અત્યારે આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નડિયાદમાં વર્ષે એક જ વાર આ મંદિરમાં આરતી ઉતરે છે, હજારો કિલો સાકર-કોપરાનો આકાશમાંથી વરસાદ થાય છે


સુરેન્દ્રનગરની અને હાલમાં વેજલપુરમાં રહેતી જૈન પરિવારની પરિણીતાના આરોપ છે. સમાજ માટે તો પરણેલી છે પણ હકીકતમાં તેના લગ્ન એવી વ્યક્તિ જોડે થયા છે જે સજાતીય છે. વર્ષ 2018માં સગાઈ નક્કી કર્યાને ત્રણ મહિનામાં જ લગ્ન કરી દીધા ત્યારે તે આ વાત જાણી શકી નહીં. કેવી રીતે પતિ પર ગઈ શંકા? સાસુ માસિક સમયે પિતાના ઘરે મોકલતા બેડરૂમનો દરવાજો ખુલ્લો રાખવાની ફરજ પાડતા સસરા બેડરૂમના બાથરૂમનો ન્હાવા માટે ઉપયોગ કરતા હનીમૂન પર ગયા ત્યારે બે યુવકોને જોડે રાખ્યા હતા.મિત્રો કહે ત્યારે પતિ પડાવતો ફોટો હનીમૂનમાં પણ પત્ની જોડે બેસતો નહી પતિ પત્ની સાથે રાત્રે સૂવા પણ જતો નહીં.


યુવતીનો આ VIDEO જોયા બાદ તમારી આંખમાં આંસુ ન આવે તો તમે કંઇ પણ છો માણસ તો નથી જ !


યુવતીનો શંકાનો કીડો એવો સળવળ્યો કે તેણે પતિ પર નજર રાખવાનું શરુ કર્ય કારણ કે સાસુ અને જેઠાણી કોઈને કોઈ ધાર્મિક પરંપરા કે પછી અન્ય કોઈ બાબતે તેના પતિને દૂર રાખતા હતા. એક વખત પતિની વોટ્સઅપ ચેટ જોઈ ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને સમગ્ર મામલો સામે આવ્યો. સજાતીયોની દલાલી કરવાનો આરોપ પતિ વાપરતો હતો ગ્રીન્ડ એપ 20થી 25 યુવતીઓ સાથે સજાતીય સંબંધ સજાતીય યુવકોની કરતો હતો દલાલી દલાલીથી કરતો હતો કમાણી વ્હોટ્સઅપમાં ભાવનું કરતો હતો બાર્ગેનિંગ મહિલા અને પુરુષ મિત્રો સાથે કરતો અભદ્ર વાતો યુવતીએ ગ્રિન્ડર એપ પર યુવકના નામે ફેક એકાઉન્ટ બનાવી મળવા ગઈ ત્યારે તેનો ભાંડો ફૂટ્યો અને અંતે તેણે સ્વીકારવું પડ્યું કે તે સજાતીય સંબંધમાં રસ ધરાવે છે. અને સજાતીયોની દલાલીનો ધંધો પણ કરે છે. આ વાત જ્યારે યુવતીએ પોતાના સાસુ સસરાને જણાવી તો તેમણે પોતાના હોદ્દાની રુહે ચૂપ રહેવા ધમકાવી. 


Gujarat Corona Update: 451 નવા કેસ, 328 દર્દી સાજા થયા, પાંચ જિલ્લાઓમાં એક પણ કેસ નહી


યુવતીએ અંતે થાકી હારી પોતાના પિતાના ત્યાં જઈ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો  પણ સસરા નાયબ માલતદાર હોવાથી વગથી ખોટા બહાના કાઢી ફરિયાદ નોંધાવવા દેતા નહીં. તો પતિ દ્વારા યુવતીને વારંવાર પરેશાન કરવામાં આવતી અંતે તેણે સુરેન્દ્રનગર જઈ ત્યાંથી મહિલા પોલીસની મદદ લઈ હાઈકોર્ટમાં અરજી કરી છે. હાલ તો આ સમગ્ર કેસમાં ખોટી રજૂઆતો અને ખોટી અલગ અલગ અરજીઓ કરી કેસ પર સ્ટે લાવવામાં આવ્યો છે. પણ યુવતીનો આરોપ છે કે તેના સાસરિયાવાળાની જાણમાં હોવા છતાં પોતાના સજાતીય પુત્રના લગ્ન કરાવી તેની જિંદગી બરબાદ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube