અતુલ તિવારી/અમદાવાદ: ગ્રાન્ટેડ અને સરકારી શાળા બાદ શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવા માટે આદેશ કરાયો છે. ખાનગી શાળાઓ અને શિક્ષણ વિભાગના પદાધિકારીઓ સાથે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો, જેનો ટૂંક જ સમયમાં અમલીકરણ પણ શરુ કરાશે જે મુજબ અગામી મહિનાથી ખાનગી શાળાઓએ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અંગે અમદાવાદ ગ્રામ્યના ડીઇઓ આર. આર વ્યાસે જણાવ્યું હતું કે, જે શાળાઓમાં ઓડિટ કરવામાં આવી નથી તે શાળાઓને નોટીસ આપવામાં આવશે. સરકાર દ્વારા આપાવામાં આવેલી સૂચના મુજબ સરકારી શાળાઓમાં જે રીતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવામાં આવી રહી છે, તેવી જ રીતે ગ્રાન્ટેડ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ઓનલાઇન હાજરી પૂરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ પાછળનો હેતુ વિદ્યાર્થીઓની મોનીટરીંગ કરી શકાય અને રાજ્ય સરકાર સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ડેટા મળી શકે અને નવીનીતિઓનું ઘડતર કરવાનો છે. 


જેથી શિક્ષણ વિભાગને કઈ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે તેની સીધી માહિતી મળશે અને તેઓનો ડેટા પણ રોજે રોજ સરકાર પાસે જમા થતો જશે. મહત્વનું છે કે, ઓનલાઈન હાજરીનો પ્રથમ પ્રયોગ અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કરાયો હતો અને તે પ્રયોગ સફળ જતા રાજયની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઓનલાઈન હાજરી શરૂ થઈ હતી અને હવે ખાનગી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરવામાં આવશે.


સુરતના વેપારીને મળી ડોન છોટા શકીલના ખાસ માણસ તરફથી ધમકી


જુઓ LIVE TV:



કોલેજોમાં પણ ઓનલાઇન હાજરી પુરવાની કવાયત
ઓનલાઈન હાજરીની સમગ્ર માહિતી કેસીજીને મોકલી આપવા માટે પણ આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી જ્યાં તમામ માધ્યમિક સ્કુલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષથી કોલેજોમાં પણ ફરજીયાત ઓનલાઈન હાજરી પુરાવા આવી રહી છે. શાળા અને કોલેજોમાં પ્રાથમિક ધોરણે સફળતા મેળવ્યા બાદ હવે ગ્રાન્ટેડ કોલેજોને પણ ઓનલાઈન હાજરીમાં આવરી લેવાની શિક્ષણ વિભાગ આયોજન કરી ચુક્યું છે.