પંચમહાલ: દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોને પાણી ની પડતી તકલીફના નિવારણ માટે મેદાનમાં આવ્યા છે. પંચમહાલના મોરવા હડફના નવાગામના એક મહિલા સહિત કુલ 15 જવાનો દેશના રક્ષણ માટે આર્મી, બીએસએફ સહિત પેરા મિલેટ્રી ફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે. કેટલાક નિવૃત થયા છે આ સૈનિકો દ્વારા ગામના જે રહીશો પાણીની સમસ્યાનો ભારે સામનો કરી રહ્યા છે તેઓની વ્હારે આવી સ્વ ખર્ચે ટેન્કર મારફતે ચોમાસા સુધી પાણી પૂરું પાડવાનો પ્રારંભ કર્યો છે. ગામના જવાનો દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. ગામમાં સરકારની યોજના હેઠળ જલ્દી પાણી મળે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ હવે આ જોવાનું જ બાકી હતું? લીંબુના ગોડાઉન પર તસ્કરો ત્રાટક્યાં, વેપારીને રાતોરાત થયું સેંકડોનું નુકસાન


પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના છેવાડે આવેલા મોરવા હડફના નવાગામ ગામની ભૌગોલિક સ્થિતિ પથરાળ અને ડુંગરાળ છે. આ ગામના ટાંડી અને હાર ફળિયામાં સરકાર દ્વારા હેન્ડપમ્પ,બોર અને કુવાની સુવિદ્યા પુરી પાડવામાં આવી છે, પરંતુ માર્ચ માસના અંતમાં અહીં ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ નીચું જતું રહેતાં આ તમામ સુવિદ્યાઓ બિન ઉપયોગી થઈ જતા રહીશોને ગામના અન્ય સ્થળોએ દર દર ભટકી પાણી મેળવવું પડે છે.


રેલવે લાઇનના નામે ખેડૂતો પાસેથી જમીન લઇ લીધી અને પછી વળતરનાં નામે ખેડૂતોને


સમગ્ર મોરવા હડફ તાલુકામાં પાનમ ડેમ આધારિત કરોડોના ખર્ચે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ કરાયું છે. જે હાલ કાર્યરત પણ છે. આ યોજના અંતર્ગત શાળા પાસે મોટી ટાંકી પણ બનાવવામાં આવી છે, પણ આ ટાંકી ગ્રામજનો માટે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. અહીં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નવા નવા બોર વેલ અને હેન્ડપમ્પ મુકવામાં આવી રહ્યા છે પરંતુ ભૂગર્ભ જળ સ્તર નીચા ગયા બાદ વર્ષોથી દર ઉનાળે પાણીની તંગી ઉભી થવાની બાબતને ધ્યાન માં લઇ હારેડા યોજનાનું પાણી મળે એવા પ્રયાસો જોવા મળતા નથી. જેના કારણે જ અહીંના રહીશો પાણી મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. અને તેમ છતાં વીજ પુરવઠો કે અન્ય બાબતો વચ્ચે પાણી નહિ મળતાં જરૂરીયાતમંદો વીલા મોઢે પરત ફરતા હોય છે. ત્યારે સરકારની નલ સે જલ જેવી મહત્વકાંક્ષી યોજનાની કે હારેડા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીને અહીં પ્રાધાન્ય આપવા આવે એ જરૂરી જણાય રહ્યું છે.


State Energy and Climate Index: નીતિ આયોગના એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ રેન્કિંગમાં ગુજરાતે વગાડ્યો ડંકો, મધ્યપ્રદેશ-ઝારખંડ સૌથી પાછળ


નવાગામમાં જ આવેલી હાર ફળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ ઘરેથી પાણીની બોટલ લઈ અભ્યાસ માટે આવતા હોય છે. આ વિસ્તારમાં 300 ફૂટ થી વધુ ઉંડાઇ ધરાવતા બોર અને હેન્ડપમ્પ છે પણ જેમાં પાણી નથી અને કુવા ના તળિયા દેખાય રહ્યા છે. ટેન્કર દ્વારા પાણી પુરૂ પાડવા માટે માજી સૈનિકો અને જવાનો દ્વારા રીતસર ટાઇમ ટેબલ બનાવવામાં આવ્યું છે અને કયા સમયે કયા ફળિયામાં પાણી આપવું તે માટે સમય નક્કી કરેલો છે. જેથી તમામ લોકોને નિયમિત પણે પાણી મળી શકે. હાલ આ ટેન્કરમાં પાણી ભરવાથી લઈ ટ્રેકટર સહિતનો તમામ ખર્ચ સૈનિક સંગઠન ઉપાડી રહ્યું છે. જાતે જ માજી સૈનિકો આ ભગીરથ કાર્યમાં જોડાઈ પોતાની સ્વૈચ્છિક સેવા પણ આપી રહ્યા છે, ત્યારે આ સૈનિકોએ પોતાના વતન માટે જે લાગણી બતાવી છે તે ખરેખર સલામ કરવા લાયક છે. સેવા આપતા આ સૈનિકો પોતાના વિસ્તારમાંથી પાણી સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી માંગણી કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube