ગાંધીનગર : રાજ્યમાં હવે ધીરે ધીરે કોરોના કેસ કાબુમાં આવી રહ્યા છે. આ ઉપરાંત રિકવરી રેટ પણ ખુબ જ ઝડપથી સુધરી રહ્યો છે. જેના પગલે કેબિને બેઠકમાં નવી એસઓપી જાહેર થશે તેમાં નાગરિકોને છુટછાટ મળે તેવી શક્યતા સેવાઇ રહી છે. લગ્ન સમારંભોમાં વ્યક્તિઓની છુટછાટ, ઓફલાઇન શિક્ષણ અને નાઇટ કર્ફ્યૂ સહિત અનેક છુટછાટ મળી શકે છે. આ અંગેની જાહેરાત આજના દિવસમાં કોર કમિટી દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. આગામી 5 ફેબ્રુઆરીએ લગ્ન ખુબ જ મોટા પ્રમાણમાં છે તેવામાં છુટછાટ મળે તો લોકોને રાહત મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં 8 મહાનગર અને 19 નગરમાં 4 ફેબ્રુઆરીથી રાત્રે 10થી સવારે 6 વાગ્યાનો નાઇટ કર્ફ્યૂં છે. આ ઉપરાંત લગ્નમાં પણ 150 લોકોની જ છુટ છે. તેવામાં 5 ફેબ્રુઆરીએ વસંતપંચમીના દિવસે મોટા પ્રમાણમાં લગ્ન હોવાથી વિવિધ એસોસિએશનો દ્વારા કરાયેલી રજુઆતોને ધ્યાને રાખીને સરકાર 250 થી 300 લોકોને લગ્નમાં હાજર રહેવાને મંજૂરી આપી શકે છે.આ ઉપરાંત રાત્રી કર્ફ્યૂ પણ રાત્રે 11-12થી સવારે 5 વાગ્યા સુધીનો કરી શકે છે. 


આ ઉપરાંત ધોરણ 10થી 12 ના વિદ્યાર્થીઓ ઉપરાંત ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓનાં ઓફલાઇન શિક્ષણને મંજૂરી આપી શકે છે. આ ઉપરાંત 8 મહાનગરોને બાદ કરતા 19 નગરોમાં સ્થિતિનો અભ્યાસ કરીને કેટલાક નગરોને રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. આ અંગેનો નિર્ણય ટુંક સમયમાં જાહેરાત થઇ શકે છે.