અમદાવાદ : પાક વીમાની સરકારની યોજના બુમરેંગ સાબિત થઇ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વીમાની રકમ પેટે વીમા કંપનીઓને કરોડો રૂપિયાના ચુકવણા કરી દેવામાં આવ્યા છે. જો કે વીમા કંપનીઓ હવે ખેડૂતોને વળતર આપવા મુદ્દે ઠાગાઠૈયા કરી રહી છે. ત્યારે વીધાનસભામાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. ઇફ્કો ટોકિયો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે કુલ મળીને 76 કરોડ 73 લાખ 97 હજાર 526 રૂપિયા પ્રીમિયમ સહાય પેટે ચુકવ્યા છે. જેની સામે કંપનીએ ખેડૂતોને 14 કરોડ 56 લાખ 72 હજાર 363 રૂપિયા પણ દાવા પેટે ચુકવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘તુ મારી નહિ તો કોઈની નહિ...’ કહીને વિદ્યાર્થીએ સાથી મિત્રની પાણીની બોટલમાં ઝેરી દવા નાંખી
એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાને  576 કરોડ 89 લાખ 62 હજા2 822 રૂપિયા પ્રમિયમ સહાય પેટે ચુકવ્યા જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે 685 કરોડ 14 લાખ 9 હજાર 455 રૂપિયા જ ચૂકવ્યા છે. રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લીમીટેડને કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી 111 કરોડ 96 લાખ 55 હજાર 650 રૂપિયા પ્રીમીયમ ચુકવવામાં આવ્યું છે. જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે 103 કરોડ 77 લાખ 39 હજાર 755 રૂપિયા ચૂકવ્યા છે. યુનિવર્સલ સોમ્કો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી 725 લાખ 81 હજાર 112 રૂપિયા પ્રીમીયમ સહાય પેટે ચુકવ્યા છે. જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે 742 કરોડ 01 લાખ 79 હજાર 672 રૂપિયા ચૂકવ્યા
ભારતી અકસા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી 291 કરોડ 47 લાખ 96 હજાર 420 રૂપિયા પ્રીમીયમ સહાય પેટે ચુકવ્યા છે. જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે 281 કરોડ 73 લાખ 77 હજાર 784 રૂપિયા ચૂકવ્યા છે. 


ભાજપથી નારાજ ધારાસભ્ય કેતન ઈનામદાર ગૃહમાં બોલવા ઉભા થયા, તો કોંગ્રેસે કર્યો કટાક્ષ
રવિ ઉનાળુ  2008-19ના પાક વિમા માટે ચુકવાયેલા નાણા
યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રિમિયમ સહાય પેટે 4 કરોડ 84 લાખ ચુકવ્યા જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે 24 કરોડ 42 લાખ રૂપિયનાની ચુકવણી કરી હતી. બજાજ એલાયન્સ જનરલ ઇન્સોરન્સ કંપનીને 19 કરોડ 78 લાખ 66 હજાર 970 રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રિમિયમ સહાય પેટે ચુકવ્યા જેની સામે કંપનીએ  ખેડૂતોના દાવા પેટે 2 કરોડ 18 લાખ 55 હજાર  51 રૂપિયા ચુકવ્યા હતા. ભારતી અક્ષા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી 27 કરોડ રૂપિયા પ્રીમીયમ સહાય પેટે ચુકવ્યા છે. જેની સામે કંપનીએ ખેડૂતના દાવા પેટે માત્ર 63 હજાર 853 રૂપિયા પ્રિમિયમ ચુકવ્યુ એટલે કંપનીનો નફો 27 કરોડ 49 લાખ 97 હજાર 711 રૂપિયાનો નફો થયો હતો.


આવતીકાલથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, સુરત પોલીસ વિદ્યાર્થીઓને આપશે ખાસ સુવિધા
ખરીફ પાક 2019ના પાક વિમા પેટે ચુકવાયેલા નાણા
એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાને  680 કરોડ કરતાં વધારે  રૂપિયા  પ્રમિયમ સહાય  પેટે ચુકવ્યા જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે માત્ર 6 લાખ 76 હજાર 291 રૂપિયા ચુકવ્યા છે. આ કંપનીને 680 કરોડ 55 લાખ 65 હજાર 839 જેટલો માતબર નફો થયો. રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લીમીટેડને કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી 1240 કરોડ 91 લાખ  રૂપિયા કરતાં વધારે પ્રીમીયમ  સહાય પેટે ચુકવ્યા છે. જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે માત્ર 54 કરોડ 46  લાખ 45 હજાર 156  રૂપિયા ચૂકવ્યા છે. આ કંપનીને 1186 કરોડ 45 લાખનો માતબર નફો થયો છે. યુનિવર્સલ સોમ્કો જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી 793 કરોડ 86  લાખ 58  હજાર 842 રૂપિયા પ્રીમીયમ ચુકવ્યું છે. જેની સામે કંપનીએ ખેડૂતોના દાવા પેટે 39  કરોડ 82  લાખ 99 હજાર 294 રૂપિયા ચૂકવ્યા છે. આ કંપનીને 754 કરોડ 3 લાખ 59 હજાર 548 રૂપિયાનો માતબર નફો થયો છે. ભારતી અક્ષા જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને કેન્દ્ર અને રાજ્ય સરકારે મળી 322 કરોડ 15 લાખ રૂપિયા કરતાં વધારે પ્રીમીયમ ચુકવ્યું છે. જેની સામે કંપનીએ ખેડૂતના દાવા પેટે માત્ર 7 લાખ  4 હજાર 805 રૂપિયા ચુકવ્યા છે. એટલે કંપનીનો નફો 332  કરોડ 8 લાખ 64 હજાર 901 રૂપિયાનો નફો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube