અમદાવાદ : રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી છે. જો કે આ રોગનાં સૌથી વદારે કેસ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તેમાં પણ અમદાવાદમાં 500 થી વધારે કેસ અત્યાર સુધી નોંધાઇ ચુક્યા છે. આ રોગની સારવાર માટે ઇન્જેક્શન ક્યાંથી મેળવવા માટે તેની ગડમથલમાં દર્દીના સગા પડ્યાં છે. અત્રે નોંધનીય છે કે, અલગ અલગ ઇન્જેક્શન માટે દોડાદોડી કરીને માંડ માંડ કોરોનામાંથી બહાર આવેલા દર્દીના સગા હવે આ ફંગસના ઇન્જેક્શન માટે દોડાદોડી કરી રહ્યા છે. જ્યારે સરકાર સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીયમંત્રી સદાનંદ દેવગૌડાએ ટ્વીટ કરીને રાજ્યોને ફાળવેલા ઇન્જેક્શન અંગેની માહિતી આપી હતી. જેમાં ગુજરાતને કુલ 2281 દર્દી સામે 5800 ઇન્જેક્શન ફાળવવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. બીજી તરફ શહેરમાં દર્દીઓ માટે મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે તેમના સગા ઇન્જેક્શન માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી દોડધામ કરી રહ્યા છે. તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 


બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકો સાથે ચલક ચલાણાની રમત ચાલી રહી છે. કાલે svp માં ઇન્જેક્શન મળશે તેવી જાહેરાત બાદ અચાનક LG હોસ્પિટલમાં મળશે તેવી જાહેરાત કરાઇ હતી. આજે LG ના ગેટ પર મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન નહી હોવાનાં બોર્ડ લગાવી દેવાતા સરકારે ફાળવેલા ઇન્જેક્શન ક્યાં છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube